Paytm IPO: કંપની આવતા અઠવાડિયે IPO માટે દસ્તાવેજ જમા કરશે, 2.3 અબજ ડોલર એકત્ર કરવાની તૈયારી

|

Jul 06, 2021 | 8:02 AM

Paytm 12 જુલાઇ સુધીમાં IPO માટે દસ્તાવેજ સબમિટ કરી શકે છે. આ કામગીરી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે Paytmની પેરેંટ કંપની આ ઈશ્યુ માટે 2.3 અબજનું વેલ્યુએશન શોધી રહી છે.

Paytm IPO: કંપની આવતા અઠવાડિયે IPO માટે દસ્તાવેજ જમા કરશે, 2.3 અબજ ડોલર એકત્ર કરવાની તૈયારી
Paytm IPO

Follow us on

મોસ્ટ અવેટેડ (Paytm IPO)ને લઈ એક મોટા સમાચાર સામે આવી રહયા છે. પેમેન્ટ કંપની Paytm 12 જુલાઇ સુધીમાં IPO માટે દસ્તાવેજ સબમિટ કરી શકે છે. આ કામગીરી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે Paytmની પેરેંટ કંપની આ ઈશ્યુ માટે 2.3 અબજનું વેલ્યુએશન શોધી રહી છે.

12 જુલાઇએ One97 Communications Ltd દ્વારા એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) નું આયોજન કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં  નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ સિવાય આ બેઠકમાં કંપનીના સ્થાપક વિજય શેખર શર્માના પ્રમોટર સ્ટેટસને હટાવવાની મંજૂરી પણ આપી શકાય છે. સેબી દ્વારા કોઈપણ કંપનીની લિસ્ટિંગ માટે આ જરૂરી છે.

કંપની One97 કોમ્યુનિકેશન્સ 12 જુલાઈ સુધીમાં અરજી સબમિટ કરશે. પેટીએમના ઇશ્યૂમાં ફ્રેશ શેર્સ સાથે ઓફર ફોર સેલ પણ છે. કંપનીના હાલના શેરહોલ્ડરો IPOના માધ્યમથી તેમનો હિસ્સો વેચશે. પેટીએમના હિસ્સેદારોમાં ચીનની અલીબાબાની એન્ટ ગ્રુપ છે. તેનો કંપનીમાં સૌથી વધુ 29.71 ટકા હિસ્સો છે. 19.63 ટકા હિસ્સો ધરાવતા સોફ્ટબેંક વિઝન ફંડ બીજા નંબરે છે. SAIF Partnersનો હિસ્સો 18.56 ટકા છે. કંપનીના પ્રમોટર વિજય શેખર શર્માનો 14.67 ટકા હિસ્સો છે.એજીએચ હોલ્ડિંગ, ટી રોવ પ્રાઇઝ અને ડિસ્કવરી કેપિટલ, બર્કશાયર હેથવેની કંપનીમાં 10 ટકાથી ઓછી હિસ્સો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પેટીએમ ઇશ્યૂ દ્વારા રૂ 12,000 કરોડ એકત્રિત કરશે. આ માટે, 12 જુલાઇએ એક EGM યોજાઇ રહી છે, જેમાં ઇશ્યૂ રજૂ કરવા માટે શેરધારકોની મંજૂરી લેવામાં આવશે. 27 મેના રોજ જારી થયેલા બર્નસ્ટિનના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023 સુધીમાં પેટીએમની આવક બમણી થઈ 7000 કરોડ થઈ જશે. તો તેના કુલ ધંધામાં નોન-પેમેન્ટ સેગમેન્ટનો હિસ્સો 33 ટકાની નજીક હશે. એક અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પેટીએમ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી કંપની આગામી 12-18 મહિનામાં પણ બ્રેકે ઇવન પર આવી જશે.

2.3 અબજ ડોલરનો IPO લાવવાની તૈયારીઓ કરાઈ રહી છે . Paytm મોટો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં IPOના માધ્યમથી આશરે ૨.3 અબજ ડોલરએકત્ર કરવાના પ્રસ્તાવને Paytm બોર્ડે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Next Article