Cryptocurrency ટ્રાન્ઝેકશન પર ભારતમાં પેટીએમએ લગાવ્યો પ્રતિબંધ

|

May 23, 2021 | 2:40 PM

અમેરિકા અને ચીન બાદ પેટીએમ બેંકે હવે ભારતમાં Cryptocurrency ટ્રાન્ઝેકશન બંધ કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ બાદ બેંકે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો.

Cryptocurrency ટ્રાન્ઝેકશન પર ભારતમાં પેટીએમએ લગાવ્યો પ્રતિબંધ
Cryptocurrency ટ્રાન્ઝેકશન પર ભારતમાં પેટીએમ લગાવ્યો પ્રતિબંધ

Follow us on

અમેરિકા અને ચીન બાદ પેટીએમ બેંકે હવે ભારતમાં Cryptocurrency ટ્રાન્ઝેકશન બંધ કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ બાદ બેંકે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો. ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેકશન બંધ થવું એવા રોકાણકારો માટે મોટો આંચકો છે જેમણે તેમા રોકાણ કર્યું છે. કારણ કે તેના લીધે નાણાં ક્રિપ્ટો માર્કેટમાં અટવાઇ જશે.

જેમાં જુદા જુદા ક્રિપ્ટો એક્સચેન્જોના ડેટા અનુસાર, લગભગ 1.5 કરોડ ભારતીયોએ વજીર એક્સ, કોઇન સ્વીચ જેવી એપ્લિકેશન દ્વારા ક્રિપ્ટોકરન્સી બજારમાં રૂ .15,000 કરોડનું રોકાણ કર્યું છે. ગુરુવારે બિટકોઇન તેની સર્વોચ્ચ સપાટી 42 હજાર સુધી પહોંચ્યો હતો અને શુક્રવારે તે નીચો ગયો હતો. જેમાં 10 ટકાનો ઘટાડો થયો છે અને 36876 પર પહોંચી ગયો છે.

ચીને સંપત્તિની સુરક્ષા માટે ખતરો ગણાવી

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમેરિકા અને ચીને આ અઠવાડિયામાં તેને કડક બનાવ્યું છે. ચીને તેની બેંકો, નાણાકીય સંસ્થાઓ અને ચુકવણી કંપનીઓને ક્રિપ્ટો ચલણ વ્યવહાર સંબંધિત સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં રોકાણકારોને ક્રિપ્ટો ટ્રેડિંગ વિશે ચેતવણી આપવામાં આવી છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે Cryptocurrency ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે જેના પગલે સટ્ટાકીય વેપારમાં વધારો થયો છે. આ સામાન્ય લોકોની સંપત્તિની સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

ચીનના પ્રતિબંધના પગલે બિટકોઇનના ઘટાડા પછી યુનિસ્વપ અને અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ 20 ટકાનો ઘટાડો થયો છે. ખરેખર, ચીનનો અંદાજ છે કે જો Cryptocurrency નું વલણ ઝડપથી વધશે તો તે શેર બજાર, નાણાકીય સંસ્થાઓ અને અન્ય નાણાકીય વ્યવહારોને અસર કરશે. તેથી ચીને તેની પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

10 હજાર ડોલરથી વધુના રોકાણ અંગે માહિતી આપવી પડશે 
ક્રિપ્ટો ચલણ પરના રોકાણને નિયંત્રિત કરવા માટે  યુ.એસ. નાણા વિભાગ દ્વારા ક્રિપ્ટો ચલણમાં $ 10,000 ના રોકાણની ઉપરની જાણ  ઇન્ટરનલ રેવન્યુ સર્વીસને કરવા રોકાણકારોને જણાવ્યું છે.

Published On - 2:33 pm, Sun, 23 May 21

Next Article