Paternity Leave : હવે બાળકના જન્મ બાદ સારા ઉછેર અને પત્નીની દેખભાળ માટે પતિને મળી રહી છે રજા, આ ભારતીય કંપનીએ કરી પહેલ

|

Sep 24, 2021 | 1:29 PM

જો ઘરમાં બાળક જન્મે છે તો કંપની ઘરે કામ કરતા માતા -પિતાને 30 અઠવાડિયાની રજા આપશે. પુરુષ કર્મચારીઓને કંપની Paternity Leave નો વિશેષ લાભ અપાશે.

સમાચાર સાંભળો
Paternity Leave : હવે બાળકના જન્મ બાદ સારા ઉછેર અને પત્નીની દેખભાળ માટે પતિને મળી રહી છે રજા, આ ભારતીય કંપનીએ કરી પહેલ
Paternity Leave

Follow us on

સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશો(Meesho)એ તેના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. નવી પોલિસી હેઠળ કંપની બાળકના જન્મ પર 30 સપ્તાહની પેઇડ લિવ આપશે. મીશો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને વધુ સારો અનુભવ મળે તે હેતુથી આ નીતિ તૈયાર કરવામાં આવી છે. જો ઘરમાં બાળક જન્મે છે તો કંપની ઘરે કામ કરતા માતા -પિતાને 30 અઠવાડિયાની રજા આપશે. પુરુષ કર્મચારીઓને કંપની Paternity Leave નો વિશેષ લાભ અપાશે.

કર્મચારી બાળકનો સારો ઉછેર કરી શકશે
કંપનીએ કહ્યું છે કે જો તેનો કર્મચારી બાળકની પ્રાથમિક સંભાળ રાખતા હોય તો તે એક વર્ષ સુધીની રજા લેવા પાત્ર છે. આમાં સંપૂર્ણ પગાર સાથે 30 સપ્તાહની રજા અને બાકીના ત્રણ મહિનાના પગારનો 25 ટકા પગાર મેળવવાનો હકદાર રહેશે.

Paternity Leave શું છે
ડિલિવરી પછી પુરુષોને તેમની પત્ની અને બાળકની સંભાળ રાખવા માટે Paternity Leave ની જરૂર હોય છે. ડિલિવરીની તારીખના 15 દિવસ પહેલા અથવા 6 મહિનાની અંદર પુરુષો Paternity Leave લઈ શકે છે. આ રજામાં પુરુષોને ઓફિસમાંથી રજા મળે છે અને પગાર કપાતો નથી. તે જ સમયે મહિલાઓને ડિલિવરી માટે 6 મહિનાની પ્રસૂતિ રજા મળે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

બાળકના જન્મ બાદ માતા -પિતાને રજા આપવા અંગે ભારતમાં કાયદો શું કહે છે?
ભારતીય કાયદા મુજબ 10 કે તેથી વધુ લોકો કામ કરતી કંપનીમાં મહિલા કર્મચારીઓ 26 અઠવાડિયાની પ્રસૂતિ રજા લઈ શકે છે. આ સમય દરમિયાન તેમને સંપૂર્ણ પગાર આપવામાં આવશે. બાળકના જન્મ બાદ પ્રથમ 8 અઠવાડિયા રજાલઈ શકાય છે. બીજી તરફ એક બાળક દત્તક લેનાર સ્ત્રી 12 અઠવાડિયાની પેઇડ લિવ લઈ શકે છે. જો કે ઘણી કંપનીઓ માતા સાથે પિતાને પણ પેઇડ લીવ આપે છે પરંતુ તે બધું કંપનીઓની પોલિસી પર આધારિત છે.

ભારતીય શ્રમ કાયદા હેઠળ પિતૃત્વ રજા માટે કોઈ જોગવાઈ નથી. જો કે, કેન્દ્રીય સિવિલ સેવાઓ (રજા) (Central Civil Services -(Leave) નિયમ 1972 હેઠળ પુરૂષ સરકારી નોકરો બાળકના જન્મ પહેલા 15 દિવસ અથવા પ્રસૂતિ પછી 6 મહિના માટે પિતૃત્વ રજા મેળવવા માટે હકદાર છે.

આ દેશોમાં બાળકનો જન્મ બાદ પિતાને રજા મળે છે
ફિનલેન્ડમાં સાત મહિનાની પેરેંટલ રજા અપાય છે જ્યારે સ્વીડનમાં 480 દિવસની પેઇડ લીવ છે. જોકે મોટાભાગના દેશોમાં પિતૃત્વ રજા એ સિસ્ટમ અથવા કાયદો નથી. વિશ્વની ઘણી મોટી કંપનીઓ ચારથી 16 અઠવાડિયાની પેરેંટલ લીવ આપે છે.

કેટલાક દેશોમાં છથી સાત મહિનાની રજા બાબતે કહેવાય છે કે સ્કેન્ડિનેવિયન દેશો (ઉત્તર યુરોપ) માં આ પ્રથા છે કારણ કે તે દેશો ખૂબ સમૃદ્ધ છે. ત્યાં માથાદીઠ આવક આપણા દેશ કરતા 12 થી 20 ગણી વધારે છે.

આ પણ વાંચો :  Bank Holidays in October 2021 : જાણો ઓક્ટોબરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

 

આ પણ વાંચો : Gold Price Today : 1 મહિનામાં સોનું 1200 રૂપિયા સસ્તું થયું,જાણો આજના લેટેસ્ટ રેટ

 

 

Published On - 1:28 pm, Fri, 24 September 21

Next Article