કમાણીના મામલે પતંજલિ મોટી મોટી FMCG કંપનીઓને આપી રહી છે ભારે ટક્કર

પતંજલિ ફૂડ્સે માત્ર ચોથા ક્વાર્ટરના આંકડા જાહેર કરવાની સાથે સમગ્ર નાણાકીય વર્ષનો ડેટા પણ રજૂ કર્યા છે. જેમાં વધારો જોવા મળ્યો છે. અગાઉ કંપનીના શેરમાં લગભગ દોઢ ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હતો. જાણો પતંજલિ ફૂડ્સના ત્રિમાસિક પરિણામોમાં કેવા પ્રકારના આંકડા બહાર આવ્યા છે?

કમાણીના મામલે પતંજલિ મોટી મોટી FMCG કંપનીઓને આપી રહી છે ભારે ટક્કર
| Edited By: | Updated on: May 16, 2025 | 8:23 PM

ભારતીય FMCG કંપની પતંજલિ ફૂડ્સની આવક અને નફો સતત વધી રહ્યો છે. આ જ કારણ છે કે બાબા રામદેવની કંપની વિશ્વની મોટી મોટી FMCG કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરી રહી છે. જો આપણે ચોથા ક્વાર્ટરના આંકડાઓ પર નજર કરીએ તો, કંપનીના નફામાં 74 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે કંપનીની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે.

ખાસ વાત એ છે કે કંપનીએ ચોથા ક્વાર્ટરના આંકડા જાહેર કરવાની સાથેસાથે સમગ્ર નાણાકીય વર્ષના ડેટા પણ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં આવકનો વધારો જોવા મળ્યો છે. અગાઉ કંપનીના શેરમાં લગભગ દોઢ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં નફા અને આવકમાં વધારો

ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સ લિમિટેડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 74 ટકા વધીને રૂ. 358.53 કરોડ થયો. જ્યારે ગયા નાણાકીય વર્ષ 2023-24 ના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 206.31 કરોડ રૂપિયા હતો. બીજી તરફ, પતંજલિ ફૂડ્સ લિમિટેડે ગુરુવારે સ્ટોક એક્સચેન્જને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોથા ક્વાર્ટરમાં તેની કુલ આવક રૂ. 9,744.73 કરોડ રહી છે, જે 2023-24ના સમાન ક્વાર્ટરમાં રૂ. 8,348.02 કરોડ હતી.

આખા નાણાકીય વર્ષમાં કેટલો નફો થયો?

જો આપણે સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 ની વાત કરીએ, તો કંપનીના નફામાં જબરદસ્ત વધારો થયો છે. આપણે આંકડાઓ પર નજર કરીએ તો, કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. 1,301.34 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 765.15 કરોડ હતો. જો આપણે આવકની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2024-25માં કંપનીની કુલ આવક વધીને રૂ. 34,289.40 કરોડ થઈ ગઈ, જે પાછલા નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 31,961.62 કરોડ હતી.

કંપનીના શેરમાં વધારો

ગુરુવારે શેરબજારમાં પતંજલિના શેરમાં વધારો જોવા મળ્યો. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, કંપનીનો શેર 1.41 ટકાના વધારા સાથે રૂ. 1811.35 ઉપર બંધ થયો હતો. એટલે કે રૂ. 25.20 પ્રતિ શેર. જ્યારે કંપનીનો શેર દિવસના ઉચ્ચતમ સ્તર 1824 રૂપિયા પર પહોંચ્યો હતો. જોકે, કંપનીનો શેર 1795.95 રૂપિયા પર ખુલ્યો હતો. પતંજલિ ફૂડ્સના સ્ટોકનો ૫૨ સપ્તાહનો ઉચ્ચતમ સ્તર રૂ. 2030 છે, જે 4 સપ્ટેમ્બર, 2024 ના રોજ જોવા મળ્યો હતો. હાલમાં કંપનીનું મૂલ્યાંકન રૂ. 65,603.03 કરોડ છે.

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.