દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ PARLE એ IT કંપની IBM સાથે કરી ભાગીદારી

|

Apr 23, 2021 | 8:10 AM

દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ પાર્લે પ્રોડક્ટ્સ(Parle Products) અને આઇટી ક્ષેત્રની કંપની IBMમએ ગુરુવારે એકબીજા સાથે ભાગીદારીની ઘોષણા કરી છે.

દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ PARLE એ IT કંપની IBM સાથે કરી ભાગીદારી
પાર્લે  ભારતમાં ગ્લુકોઝ બિસ્કિટના 70% બજાર ઉપર કબજો ધરાવે છે.

Follow us on

દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ પાર્લે પ્રોડક્ટ્સ(Parle Products) અને આઇટી ક્ષેત્રની કંપની IBMમએ ગુરુવારે એકબીજા સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. ભાગીદારીના ભાગ રૂપે IBM બિસ્કિટ ઉત્પાદનોને ઝડપથી અને અસરકારક રીતે બજારમાં પહોંચાડવા માટે પાર્લેને તકનીકી સહાય પૂરી પાડશે. આ માહિતી બંને કંપનીઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આપવામાં આવી છે.

નિવેદનમાં ઉમેર્યું હતું કે પાર્લે પ્રોડક્ટ્સ અગ્રણી સુરક્ષા અને ઉદ્યોગ કુશળતા સાથે IBMના ટ્રાન્સફોર્મેટિવ હાઇબ્રિડ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્ષમતાનો લાભ મેળવશે. આમાં તેને તકનીકી ક્ષેત્રની કંપનીની વ્યવસાય સલાહ અને તકનીકી સેવાઓનો લાભ પણ મળશે.

ડિલિવરી યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને થશે
એવું કહેવામાં આવે છે કે આ ભાગીદારી પાર્લે-જી બિસ્કીટ જેવા તેના સૌથી વધુ વેચાણ કરતા ઉત્પાદનોને બજારમાં યોગ્ય સમયે અને યોગ્ય સ્થાન પર પહોંચાડવામાં મદદ કરશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ પાર્લે પ્રોડક્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય ચૌહાણે આ ભાગીદારી વિષે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા ભારતીય ગ્રાહકની વધતી માંગને પહોંચી વળવાની છે. અમે દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ પ્રદાન કરીએ છીએ. IBM સાથે કામ કરીને અમે આપણી સુરક્ષાચક્ર મજબૂત બનાવીશું અને બજારમાં સમય ઘટાડીને આપણા કામગીરીને સુવ્યવસ્થિત કરીશું જે આપણા માટે નોંધપાત્ર સિદ્ધિ હશે.

70% માર્કેટ પર પાર્લેનો કબજો છે
પાર્લે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત પાર્લે-જી(Parle G) અથવા પાર્લે ગ્લુકોઝ બિસ્કીટ એ ભારતનો સૌથી લોકપ્રિય બિસ્કીટ છે. પાર્લે-જી ભારતના સૌથી વધુ વેચાટી બિસ્કીટ બ્રાન્ડની સાથે – સાથે બ્રાન્ડના સૌથી જૂના નામ પૈકીનું એક છે. પાર્લે  ભારતમાં ગ્લુકોઝ બિસ્કિટના 70% બજાર ઉપર કબજો ધરાવે છે.

Next Article