Online Banking: 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ

|

Apr 13, 2021 | 10:43 AM

જો તમે પૈસા ટ્રાન્સફર કરવા માટે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

Online Banking: 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ
આજે રાતે 12 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી RTGS સુવિધા બંધ રહેશે

Follow us on

જો તમે પૈસા ટ્રાન્સફર કરવા માટે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. 18 એપ્રિલ રવિવારે રાતે 12 થી બપોરે 2 વાગ્યા સુધી તમે આ સુવિધાનો લાભ લઈ શકશો નહીં. RBI ના જણાવ્યા અનુસાર તકનીકી અપગ્રેડેશનને કારણે આ સુવિધા આ 14 કલાક માટે બંધ રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન NEFT સુવિધા પ્રદાન કરવામાં આવશે.

ગયા વર્ષથી 24 કલાક RTGS સુવિધા આપવામાં આવી હતી
RBIએ ગત વર્ષે ડિસેમ્બરમાં સાત દિવસમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) 24 કલાક ઉપલબ્ધ કરાવી હતી. અગાઉ આ સુવિધા બેંકના સમય દરમિયાન ઉપલબ્ધ હતી. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. આરટીજીએસ 26 માર્ચ 2006 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે RTGS
RTGS સિસ્ટમ્સનો ઉપયોગ ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે થાય છે. દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે જુલાઈ, 2019 થી NEFT અને RTGS દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાનું બંધ કરી દીધું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બે લાખ સુધીવ્યવહાર માટે NEFT
NEFTનો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીના વ્યવહારમાં થાય છે. આરટીજીએસ દ્વારા તેનાથી આગળના વ્યવહારો કરવામાં આવે છે. આરટીજીએસ દ્વારા 2 લાખથી ઓછી રકમનું ટ્રાન્સફર કરવામાં આવતું નથી. આનાથી પણ મહત્વનું એ છે કે ટ્રાન્સફર પર કોઈ વધારાનો ચાર્જ આપવો પડતો નથી.

 

Next Article