ONGC ગુજરાતની આ કંપનીમાં 15000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, દેવામાં ડૂબેલી કંપનીનું Financial Restructuring કરાશે

|

Sep 08, 2023 | 8:54 AM

જો તમે શેરબજાર(Share Market)માં રોકાણકાર છો અને ONGC માં નાણાંનું રોકાણ કર્યું છે, તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપની ONGC તેની પેટ્રોકેમિકલ ફર્મ OPALમાં લગભગ 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે ત્યારબાદ ગેસ કંપની ગેઈલ ઈન્ડિયા(GAIL INDIA) તેનાથી અલગ થઈ જશે.

ONGC ગુજરાતની આ કંપનીમાં 15000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, દેવામાં ડૂબેલી કંપનીનું Financial Restructuring કરાશે

Follow us on

જો તમે શેરબજાર(Share Market)માં રોકાણકાર છો અને ONGC માં નાણાંનું રોકાણ કર્યું છે, તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપની ONGC તેની પેટ્રોકેમિકલ ફર્મ OPALમાં લગભગ 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.

આ નિર્ણય બાદ ગેસ કંપની ગેઈલ ઈન્ડિયા(GAIL INDIA) તેનાથી અલગ થઈ જશે. ONGC હાલમાં ONGC પેટ્રો-એડિશન્સ લિમિટેડ (OPEL) માં 49.36 ટકા હિસ્સો ધરાવે છે, જે ગુજરાત(Gujarat)માં ભરૂચ(Bharuch) જિલ્લામાં દહેજ (Dahej Port)ખાતે મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટનું સંચાલન કરે છે.

આ પણ વાંચો : Sabka Sapna Money Money : દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છો ? જાણો PPF કે SIPમાંથી શેમાં કરવુ રોકાણ

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

OPAL  કંપની દેવામાં ડૂબી છે

જ્યારે અન્ય જાહેર ક્ષેત્રની કંપની ગેઇલ ઇન્ડિયા લિમિટેડ (GAIL) 49.21 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે બાકીનો 1.43 ટકા હિસ્સો ગુજરાત રાજ્ય પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન (GSPC) પાસે છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગયા અઠવાડિયે ભારે દેવામાં ડૂબેલી ઓપેલના નાણાકીય પુનર્ગઠન અંગે નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : G20 Summit: અદાણી-અંબાણી સહિત દેશના લગભગ 500 મોટા ઉદ્યોગપતિઓ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે કરશે ડિનર, જાણો શું છે પ્લાન

7000 કરોડનું વધારાનું રોકાણ

આ યોજના હેઠળ ONGC શેર વોરંટને ઈક્વિટીમાં કન્વર્ટ કરવા જઈ રહી છે, રૂ. 7,778 કરોડના કન્વર્ટિબલ ડિબેન્ચર્સને બાયબેક કરશે અને રૂ. 7,000 કરોડનું વધારાનું રોકાણ કરશે. સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે નાણાકીય પુનર્ગઠનનો કુલ ખર્ચ 14,864.281 કરોડ રૂપિયા થશે.

આ  પણ વાંચો : ઓનલાઈન ગેમિંગ, કેસીનો અંગે સરકારનો મોટો નિર્ણય, GST કાયદામાં સુધારાને લઈને બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન

OPAL માં ONGCનો હિસ્સો 95% રહેશે

આ હિસ્સાના સંપાદન પછી, ઓપેલમાં ONGCનો હિસ્સો વધીને લગભગ 95 ટકા થઈ જશે. આ સાથે ઓપેલ ONGCની પેટાકંપની બની જશે. OPAL ની શરૂઆત 15 નવેમ્બર 2006ના રોજ દહેજ ખાતે વિશાળ પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના સાથે કરવામાં આવી હતી. આ સંકુલની વાર્ષિક ક્ષમતા 1.5 મિલિયન ટન પોલિમર, 5 મિલિયન ટન રસાયણો અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article