વધુએક IT કંપનીનું પરિણામ જાહેર થયું, રોકાણકારો માટે ડિવિડન્ડની ઘોષણા કરાઈ, જાણો વિગતવાર

|

Apr 24, 2021 | 9:02 AM

વધુ એક IT કંપની એચસીએલ ટેકનોલોજીસ (HCL Technologies)એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

વધુએક IT કંપનીનું પરિણામ જાહેર થયું, રોકાણકારો માટે ડિવિડન્ડની ઘોષણા કરાઈ, જાણો વિગતવાર
HCL Technologies - Nagpur office

Follow us on

વધુ એક IT કંપની એચસીએલ ટેકનોલોજીસ (HCL Technologies)એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 2962 કરોડ રૂપિયા રહ્યો હતો. તેમાં વર્ષ 2020 ના માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં 6.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ 2020 ના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 3154 કરોડ રૂપિયા હતો.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ 19642 કરોડ રહી છે અને તેમાં 5.7 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2020 ના સમાન ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યુ 18590 કરોડ રૂપિયા હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 3982 કરોડ રૂપિયા હતો જ્યારે આવક 19302 કરોડ રૂપિયા હતી. કંપનીએ શેરધારકો માટે શેર દીઠ 10 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીની વાર્ષિક આવક 10 અબજ ડોલર અથવા 75 હજાર કરોડને વટાવી ગઈ છે.

વાર્ષિક ચોખ્ખા નફામાં 17.60 ટકાનો વધારો
નાણાકીય વર્ષ 2020-21 માટે કંપનીના ચોખ્ખા નફામાં પાછલા નાણાકીય વર્ષ (2019-20) માં 17.60 ટકાનો વધારો થયો છે અને તે રૂ 13011 કરોડ રહ્યો છે. આવકમાં 6.7 ટકાનો વધારો થયો છે અને રૂ. 75379 કરોડ છે. કંપનીને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2021-22માં કંપનીની આવકમાં ડબલ અંકોનો વધારો થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

26 રૂપિયા કુલ ડિવિડન્ડ
પરિણામ બાદ કંપની દ્વારા શેર દીઠ રૂ 6 નું ડિવિડન્ડ જાહેર કરાયું હતું. જોકે, કંપનીના બોર્ડે 10 અબજ ડોલરના આંકને સ્પર્શવાની આનંદમાં શેર દીઠ 10 રૂપિયાના વિશેષ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ રીતે, શેર દીઠ ડિવિડન્ડ 16 રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપની દ્વારા શેર દીઠ કુલ 26 રૂપિયા ડિવિડન્ડ જારી કરવામાં આવ્યા છે.

Next Article