સસ્તુ સોનુ ખરીદવાની વધુ એક તક, 11થી 15 જાન્યુ. સુધી sovereign gold bond મળશે

|

Jan 11, 2021 | 9:24 AM

સોવેરિન ગોલ્ડ બોન્ડ(sovereign gold bond) 2020-21 સ્કીમની 10મી શ્રેણી આજથી ખુલ્લી મુકાઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 1 ગ્રામ સોનાની કિંમત 5,104 રાખી છે. ઓનલાઇન અરજી અને ડિજિટલ પેમેન્ટ પર ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. સ્કીમ 11 થી 15 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે. sovereign gold bondની, યોજનાએ રોકાણકારોને ૯ મહિનામાં ૧૦ ટકાનો લાભ આપ્યો.

સસ્તુ સોનુ ખરીદવાની વધુ એક તક, 11થી 15 જાન્યુ. સુધી sovereign gold bond મળશે
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સોવેરિન ગોલ્ડ બોન્ડ(sovereign gold bond) 2020-21 સ્કીમની 10મી શ્રેણી આજથી ખુલ્લી મુકાઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 1 ગ્રામ સોનાની કિંમત 5,104 રાખી છે. ઓનલાઇન અરજી અને ડિજિટલ પેમેન્ટ પર ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. સ્કીમ 11 થી 15 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે.

9 મહિનામાં તેની કિંમતમાં 10% વૃદ્ધિ
સોવેરિન ગોલ્ડ બોન્ડ 2020-21 સ્કીમની શરૂઆત 20 એપ્રિલ 2020 થી થઈ હતી. તેની પહેલી સિરીઝમાં 20 થી 24 એપ્રિલ દરમ્યાન 1 ગ્રામ સોનાની કિંમત 4,639 હતી. હાલ 10 મી સીરીઝની કિંમત 5,014 છે. 20 એપ્રિલ 2020 થી અત્યાર સુધીના ભાવમાં 10% કરતા વધુ ઉછાળો આવ્યો છે.

૧ ગ્રામથી ખરીદીની શરૂઆત
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

8 વર્ષનો સમય છે મેચ્યોરિટી પીરિયડ
બોન્ડ કા મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?
કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

સોવરન ગોલ્ડ બોન્ડ શું છે?
સરકારએ દેશમાં ફિઝિકલ ફોર્મમાં ગોલ્ડની ખરીદીની માંગને ઘટાડવા નવેમ્બર ૨૦૧૫ માં આ સ્કીમ શરૂ કરી રહી છે. આ સરકારી બોન્ડ છે. તેને ડીમેન્ટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહી પણ સોનાના વજનમાં અંકાય છે.

Next Article