Ola એ શરૂ કરી બંધ અનેક બિઝનેસ, હવે Ola Electric શરૂ કરવા બધા ધંધા આટોપશે

|

Jun 25, 2022 | 3:38 PM

Ola બદલતા જતા બિઝનેસ વચ્ચે તેના ડામાડોળ ભવિષ્ય સાથે ઓલા ઈલેક્ટ્રિક પર ફોકસ કરવા જઇ રહી છે ત્યારે સવાલ એ થાય કે શું કંપની પર ફરી ભરોસો કરી શકાય ?

Ola એ શરૂ કરી બંધ અનેક બિઝનેસ, હવે Ola Electric શરૂ કરવા બધા ધંધા આટોપશે
Ola-Electric

Follow us on

ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric) પાસે ઈલેક્ટ્રિક વાહનોને લઈને યોજના જાહેર કરી છે. ઓલા તેના અન્ય બિઝનેસ આટોપીને હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધાવાની યોજના ધરાવે છે,ઉલ્લેખનીય છે કે Ola અંદાજે પાંચ જેટલા બિઝનેસ શરૂ કરીને બંધ કરી દિધા છે, કંપનીએ ઓપરેશન શરૂ થયાના આઠ મહિનાની અંદર યુઝ્ડ કાર બિઝનેસ ઓલા કાર (Ola cars)ને બંધ કરવાનો નિર્ણય લીધો છે.આ સિવાય કંપનીએ 10 મિનિટની ઝડપી ડિલિવરી સેવા ઓલા ડેશને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. હવે કંપની ઈલેક્ટ્રિક વાહનોને લઇને પોતાનો મુખ્ય બનાવાની તૈયારીમાં છે.

Ola એ 5 વર્ષમાં અનેક બિઝનેસ શરૂ કરી બંધ કર્યા

ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric) પાસે ઈલેક્ટ્રિક વાહનો પર પાતાનું ફોકસ વધારવા માટે પોતાના અન્ય બિઝનેસ આટોપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ Ola આવુ પહેલી વખત નથી કર્યુ, આ પહેલા 2015 Ola એ કાફે બિઝનેસ શરૂ કર્યો, જે એક વર્ષની અંદર જ બંધ કર્યો, ત્યાર બાદ Ola એ 2017માં food panda હસ્તગત કરી અને ફૂડ ડિલિવરી બિઝનેસમાં ઝંપલાવ્યું.કંપનીએ 2019માં આ બિઝનેસ પણ બંધ કરી દીધો હતો. આ પછી કંપનીએ Cloud Kitchen બિઝનેસ ઓલા ફૂડ્સ શરૂ કર્યો પરંતુ તેનો બિઝનેસ આગળ વધી શક્યો નહીં. હવે ETના સમાચાર અનુસાર, Ola પણ તેનો ઝડપી કોમર્સ બિઝનેસ Ola Dash બંધ કરવા જઈ રહ્યું છે. જો કે આના કારણે કેટલા લોકોની નોકરી જશે તેનો અંદાજ રિપોર્ટમાં આપવામાં આવ્યો નથી.એક માત્ર Ola cab જ એવો બિઝનેસ છે, જે સફળ રહ્યો છે, એ પણ એટલા માટે કે કેબ બિઝનેસ માટે હાલ તેના માટે નક્કર પ્રતિદ્વંદી નથી

Ola Cars પણ બંધ કરશે

આ સાથે ઓલા સેકન્ડ હેન્ડ કારના બિઝનેસમાં પણ છે. કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં Ola Cars બ્રાન્ડ હેઠળ આ બિઝનેસ શરૂ કર્યો હતો. માર્કેટમાં કંપનીની સ્પર્ધા Spinny, Droom, Cars24 અને Olx જેવી કંપનીઓ સાથે છે. સમાચાર અનુસાર, કંપનીએ અત્યાર સુધી 5 શહેરોમાં ઓલા કારનું સંચાલન બંધ કરી દીધું છે, જ્યારે પહેલા તે 100 શહેરોમાં 300 સેન્ટર ખોલવાની યોજના બનાવી રહી હતી. તેના કારણે લગભગ 10,000 લોકો માટે રોજગારીનું સર્જન થવાનું હતું.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

એક સત્તાવાર ઈ-મેલમાં, કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે ઓલાએ તેની પ્રાથમિકતાઓનું પુનઃમૂલ્યાંકન કર્યું છે અને ક્વિક કોમર્સ બિઝનેસને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, ઓલા કારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને ક્ષમતાઓનો ઉપયોગ ઓલા ઇલેક્ટ્રિકના વેચાણ અને સેવા નેટવર્કને વધારવા માટે કરવામાં આવશે.

કંપનીનું ધ્યાન હવે ઈલેક્ટ્રિક વ્હીકલ પર રહેશે

ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલમાં કંપનીના પ્રવક્તાએ કહ્યું કે કંપનીની ઈલેક્ટ્રીક વાહનોને લઈને મોટી યોજનાઓ છે. અમારો ધ્યેય 50 કરોડ ભારતીયોને ઈલેક્ટ્રિક વાહન સેવા પૂરી પાડવાનો છે. કંપનીની બેલેન્સ શીટ ઘણી મજબૂત છે. આવી સ્થિતિમાં, હવે અમારું ધ્યાન ઇલેક્ટ્રિક વાહન, બેટરી મેન્યુફેક્ચરિંગ અને નાણાકીય સેવાઓ પર છે.

ઓલા કાર ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી હતી

કંપનીએ ઓક્ટોબર 2021માં સેકન્ડ હેન્ડ કારને લઈને ઓલા કાર લોન્ચ કરી હતી. તેની સ્પર્ધા Spinny, Droom and Cars24 અને Olx જેવી કંપનીઓ સાથે હતી. અરુણ શ્રીદેશમુખને ઓલા કાર્સના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા મહિને, શ્રીદેશમુખે કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું, જેના પગલે કંપનીએ પાંચ મોટા શહેરોમાં તેની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

Published On - 3:24 pm, Sat, 25 June 22

Next Article