ભારત માટે સારા સમાચાર, આંતર રાષ્ટ્રીય બજારમાં 100 ડોલર પ્રતિ બેરલથી નીચે પહોચ્યું ક્રૂડ

|

Mar 15, 2022 | 11:48 PM

Crude Oil Price: પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ઓઈલ કંપનીઓને પ્રતિ લીટર 12-13 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું, ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે આ નુકસાન ઘટશે.

ભારત માટે સારા સમાચાર, આંતર રાષ્ટ્રીય બજારમાં 100 ડોલર પ્રતિ બેરલથી નીચે પહોચ્યું ક્રૂડ
Crude oil price below $100

Follow us on

બે અઠવાડિયા સુધી 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહ્યા પછી, મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના (Crude Oil) ભાવ આ મહત્વપૂર્ણ સ્તરથી નીચે આવી ગયા. જેના કારણે ક્રૂડના ભાવ વધવા છતાં પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel) ભાવ સ્થિર રાખનારી ઓઈલ કંપનીઓ પર માર્જિનનું દબાણ ઘટ્યું છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ, જે 28 ફેબ્રુઆરીના રોજ 100 અમેરિકી ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા હતા અને 7 માર્ચના રોજ 14 વર્ષની ટોચે 139 ડોલર પ્રતિ બેરલને સ્પર્શ્યા હતા. મંગળવારના કારોબારમાં 7 ટકાથી વધારે ઘટાડા સાથે 100 ડોલર પ્રતિ બેરલના સ્તરથી નીચે આવી ગઈ. નિષ્ણાંતોના મતે ચીનમાં કોરોનાની વધતી અસરને જોતા ફરી એકવાર બજાર તણાવમાં આવી ગયું છે. બજારને આશંકા છે કે તેનાથી કાચા તેલની માગ પર અસર થશે. રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે યુદ્ધ વિરામની વધતી સંભાવનાએ પણ કિંમતો પર અસર કરી છે.

તેલની કિંમત લગભગ 40 ડોલર પ્રતિ બેરલ ઘટી

આંતરરાષ્ટ્રીય બજારમાં એક સપ્તાહ દરમિયાન તેલની કિંમત લગભગ 40 ડોલર પ્રતિ બેરલ ઘટી છે. 7 માર્ચે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 139 ડોલરના સ્તરે હતું. હાલમાં આ 100 ડોલર પ્રતિ બેરલથી નીચે છે. તેલના ભાવમાં ઘટાડો એ ભારત માટે સારા સમાચાર છે કારણ કે તેનાથી વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકારનું આયાત બિલ ઘટશે.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આનાથી સરકારી ઓઇલ કંપનીઓ પર માર્જિનનું દબાણ પણ ઘટશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ 131 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ક્રૂડની કિંમતમાં 60 ટકાથી વધુનો ઉછાળો હોવા છતાં આ જોવા મળ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગયા અઠવાડિયે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની ધારણા હતી

બજારના દિગ્ગજોથી લઈને સામાન્ય લોકો સુધી એવી અટકળો ચાલી રહી હતી કે વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ ઓઈલ કંપનીઓ ફરી એકવાર તેલના ભાવમાં વધારો કરી શકે છે. જો કે આવું ન થયું અને ભાવમાં સ્થિરતા ચાલુ રહી. તેનાથી ઓઈલ કંપનીઓ પર દબાણ વધવાની ધારણા હતી.

જોકે, ક્રૂડના ભાવમાં ઘટાડાથી દબાણ ઓછું થયું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ચોક્કસપણે ઓઈલ કંપનીઓ માટે સારો સંકેત છે. પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર તેલ કંપનીઓને પ્રતિ લીટર 12-13 રૂપિયાનું નુકસાન થતું હતું, હવે તે ઘટશે. 4 નવેમ્બરે જ્યારે કંપનીઓએ ભાવ સ્થિર કર્યા હતા. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ 81 ડોલરની આસપાસ હતા.

આ પણ વાંચો :  હથિયારનો મોટો આયાતકાર દેશ છે ભારત, રશિયાથી શસ્ત્રોની આયાત 23 ટકા ઘટી, ફ્રાન્સથી હથિયારોની આયાત 10 ગણી વધી

Next Article