Mobile ATM : હવે પૈસા ઉપાડવા બેન્ક નહિ જવું પડે પણ બેન્કનું ATM ઘરનાં આંગણે આવશે, અમદાવાદ સહીત 50 શહેરોમાં સુવિધા મળશે

|

May 22, 2021 | 8:50 AM

દેશની અગ્રગણ્ય ખાનગી બેંક HDFC BANK એ અમદાવાદ સહીત દેશના ૫૦ શહેરોમાં લોકોની આ સમસ્યા દૂર કરી છે. હવે બેન્કના ૧૫ જેટલા કામો માટે બ્રાન્ચ કે ATM જવાની જરૂર નથી પરંતુ બેંક તમારા ઘરે આવશે.

Mobile ATM : હવે પૈસા ઉપાડવા બેન્ક નહિ જવું પડે પણ બેન્કનું ATM ઘરનાં આંગણે આવશે, અમદાવાદ સહીત 50 શહેરોમાં સુવિધા મળશે
HDFC Mobile ATM અમદાવાદ સહીત દેશના 50 શહેરોમાં Door Step સર્વિસ આપશે.

Follow us on

કોરોનકાળમાં ઘરની બહાર નીકળવાની જરૂર ઉભી થાય ત્યારે ચિંતા થાય છે. આ વચ્ચે દર મહિને બેંકમાં જમા થતા પગારના નાણાં અને ખતમ જમા થતી રકમોના ઉપાડ માટે બેંકની શાખા કે ATM માં તો જવુજ પડે છે. દેશની અગ્રગણ્ય ખાનગી બેંક HDFC BANK એ અમદાવાદ સહીત દેશના ૫૦ શહેરોમાં લોકોની આ સમસ્યા દૂર કરી છે. હવે બેન્કના ૧૫ જેટલા કામો માટે બ્રાન્ચ કે ATM જવાની જરૂર નથી પરંતુ બેંક તમારા ઘરે આવશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

બેંક તમારા ઘરે આવશે
બેંકે એચડીએફસી મોબાઇલ એટીએમ(HDFC Mobile ATM) સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત તમારે બેંકમાં જવાની જરૂર નથી પણ બેન્ક તમારા ઘરે આવશે. મોબાઈલ વેનમાં ATM મશીન આપણા ઘરના આંગણે આવશે જ્યાં તમે સેનિટાઇઝેશન સહિતની સુવિધા સાથે પૈસા ઉપાડી શકશો

કંટેઇન્ટમેન્ટ ઝોનમાં પહોંચશે Mobile ATM
એચડીએફસીએ આવા વિસ્તારોમાં રહેતા લોકોની સુવિધા માટે એક મોટી પહેલ કરી છે. બેંકે એચડીએફસી મોબાઇલ એટીએમ સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત તમે તમારા ઘરની આરામથી બેંકની સુવિધાઓ મેળવી શકશો.

15 પ્રકારના વ્યવહાર કરી શકાશે
બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોબાઇલ એટીએમ(MOBILE ATM )ની સુવિધા હોવાને કારણે સામાન્ય લોકોને કેશ ઉપાડવા માટે તેમના વિસ્તારની બહાર જવું નહીં પડે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15 પ્રકારના વ્યવહાર કરી શકશે.

સેન્ટાઇઝેશન અને કોવડ ગાઇડલાઇન સાથે વેન પહોંચશે
આ મોબાઈલ એટીએમ વાનમાં લગાડવામાં આવ્યા છે જેને વિવિધ કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવશે. આની મદદથી ગ્રાહકો કોઈપણ અસુવિધા વિના સરળતાથી પૈસા ઉપાડી શકશે. રોકડ ઉપાડ દરમિયાન ચેપ ફેલાવવાથી બચાવવા માટે પૂરતા પ્રમાણમાં સેનિટેશન કરવામાં આવશે. ઉપરાંત બેંક કર્મચારીઓ સહિતના લોકોએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે એચડીએફસીએ ગયા વર્ષે પણ આ પ્રકારની સુવિધા આપી હતી.

માસ્ક વિના પૈસા ઉપાડી શકતા નથી
બેંકની આ સુવિધા તે સ્થળોએ ઉપલબ્ધ હશે જે કોવિડથી ભારે અસર કરશે અથવા કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. જ્યાં લોકોને બહાર જવા પર પ્રતિબંધ છે. લોકોની સુવિધા માટે મોબાઈલ એટીએમ લગાવવામાં આવ્યા છે. જે લોકો માસ્ક પહેરી સૅનેટાઇઝ કરે ત્યારબાદ જ રોકડ ઉપાડ કરવા દેવાશે.

Published On - 8:49 am, Sat, 22 May 21

Next Article