Gujarati NewsBusinessNow in times of trouble money will not be a problem, you will be able to withdraw double money from PF account, know how
હવે મુશ્કેલીના સમયમાં પૈસાની સમસ્યા નહિ રહે, તમે PF ખાતામાંથી ઉપાડી શકશો ડબલ પૈસા, જાણો કઈ રીતે?
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે સામાન્ય લોકોને આ સુવિધા આપી હતી. જેમાં તે નોન-રિફંડેબલ એડવાન્સમાં બમણી રકમ ઉપાડી શકે છે અથવા આ સુવિધાનો બે વખત ઉપયોગ કરી શકે છે.
Symbolic Image
Follow us on
વ્યક્તિને કોઈપણ સમયે પૈસાની જરૂર પડી શકે છે. કોરોના (Covid-19)એ આ વાત લોકોને સારી રીતે સમજાવી છે. આ સાથે લોકોને તેમની નાની બચતની શક્તિનો પણ અહેસાસ થયો છે. કોરોના સમયગાળા દરમિયાન PFની મદદથી ઘણા લોકો તેમના પર આવતી મુશ્કેલીથી બચી શક્યા છે. હવે આ PF તમારા માટે વધુ મદદગાર સાબિત થશે કારણ કે બીમારી જેવી પરેશાનીઓનો સામનો કરવા માટે તમે PFમાંથી પહેલા કરતા બમણા પૈસા ઉપાડી શકો છો. અથવા તબીબી કટોકટીનો સામનો કરવા માટે આ સુવિધાનો બે વાર ઉપયોગ કરી શકાય છે.
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે સામાન્ય લોકોને આ સુવિધા આપી હતી. જેમાં તે નોન-રિફંડેબલ એડવાન્સમાં બમણી રકમ ઉપાડી શકે છે અથવા આ સુવિધાનો બે વખત ઉપયોગ કરી શકે છે. અગાઉ આ સુવિધા માત્ર એક જ વાર ઉપલબ્ધ હતી. સરકારે મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવા માટે આ સુવિધા આપી હતી.નિયમો અનુસાર ખાતાધારક 3 મહિના માટે બેઝિક પગાર અથવા ખાતાના બેલેન્સના 75 ટકા જે ઓછું હોય તે ઉપાડી શકે છે. પૈસા ઉપાડવાની આ પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તેને ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી પૈસા પણ સરળતાથી તમારા ખાતામાં આવી જશે.