GST ચોરોની હવે ખેર નહીં!, ટેક્સ અધિકારીઓ મેળવશે રીઅલ ટાઇમમાં ઇ-વે બિલ વિનાના વાહનોની માહિતી

|

Apr 19, 2021 | 8:27 AM

કેન્દ્ર સરકાર(Govt of India) એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે કે જેમાં જીએસટી અધિકારીઓ (GST officers) ને રીઅલ ટાઇમ ડેટા(Real time data ) ઉપલબ્ધ કરાવવામાં આવશે

GST ચોરોની હવે ખેર નહીં!, ટેક્સ અધિકારીઓ મેળવશે રીઅલ ટાઇમમાં ઇ-વે બિલ વિનાના વાહનોની માહિતી
GST

Follow us on

 

કેન્દ્ર સરકાર(Govt of India) એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે કે જેમાં જીએસટી અધિકારીઓ (GST officers) ને રીઅલ ટાઇમ ડેટા(Real time data ) ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યાં વાહનો ઇ-વે બિલ(E-Way Bills) વિનાના ચાલતા હશે તો આ સિસ્ટમ દ્વારા જીએસટી અધિકારીઓ ટોલ પ્લાઝા પર ટ્રકોનું ચેકીંગ કરશે. આટલું જ નહીં, એનાલિસિસ રિપોર્ટ ટેક્સ ઓફિસર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં અધિકારીઓ જોઈ શકશે કે જે કેસોમાં ઇ-વે બિલ છે પરંતુ વાહનોની અવરજવર નથી, જેથી સર્ક્યુલર ટ્રેડિંગથી કરની વસૂલાતને ઓળખવા માટે ઇ-વે બિલના રિસાયક્લિંગ બિલ વિશેની માહિતી તેમજ આ બાબતની નોંધ લેવા સમર્થ થશે.

ઇ-વે બિલ ફરજિયાત
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ, એપ્રિલ 2018 થી 50,000 રૂપિયાથી વધુની કિંમતના માલ માટેનું આંતર-રાજ્ય પરિવહન માટે ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે. જો કે, તેમાં ગોલ્ડ વહન કરવાનું શામેલ નથી. સરકાર હવે જીએસટી અધિકારીઓ માટે આરએફઆઈડી (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) પરના રીઅલ-ટાઇમ અને એનાલિસિસ રિપોર્ટ્સ પર પણ કામ કરી રહી છે. જેની મદદથી સિસ્ટમનો દુરૂપયોગ કરનારા સામે કડક કાર્યવાહી કરી શકાય

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

૩ વર્ષમાં 180 કરોડના ઇ-વે બિલ
ઇ-વે બિલ અંગે સરકારના એક અહેવાલમાં બહાર આવ્યું છે કે માર્ચ 2021 સુધી ત્રણ વર્ષના ગાળામાં 180 કરોડ ઇ-વે બિલ બનાવવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 7 કરોડ બિલ ચકાસણી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2020-21માં 1.68 કરોડના ઇ-વે બિલની 2.27 કરોડની સામે ચકાસણી કરવામાં આવી હતી. જો આપણે નાણાકીય વર્ષ 2019-20 ની વાત કરીએ, તો 62.88 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા જેમાંથી ટેક્સ અધિકારીઓએ ચકાસણી માટે 3.01 કરોડ પસંદ કર્યા હતા.

આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ જનરેટ થયેલ ઇ-વે બિલ
રિપોર્ટ અનુસાર પાંચ રાજ્યોમાં જેમાં સૌથી વધુ ઇ-વે બિલ બનાવવામાં આવ્યા હતા તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, હરિયાણા અને તમિળનાડુનો સમાવેશ થાય છે. બીજી બાજુ, કાપડ, મશીનરી અને યાંત્રિક ઉપકરણો, ઇલેક્ટ્રિક મશીનરી, લોહ, સ્ટીલ અને વાહન ક્ષેત્રે છેલ્લાં ત્રણ વર્ષમાં મહત્તમ સંખ્યામાં ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતા.

Next Article