Nitin Gadkariની ચેતવણી, ઓટો કંપનીઓ 100% ભારતીય પાર્ટ્સનો ઉપયોગ કરે, નહિ તો સરકાર લેશે કડક નિર્ણય

|

Feb 25, 2021 | 6:25 PM

Nitin Gadkariએ કહ્યું કે ઓટો ઇન્ડસ્ટ્રી પાસે મેક ઇન ઇન્ડિયા આંદોલનને ટેકો આપવા માટે હજી પણ સમય છે.

Nitin Gadkariની ચેતવણી, ઓટો કંપનીઓ 100% ભારતીય પાર્ટ્સનો ઉપયોગ કરે, નહિ તો સરકાર લેશે કડક નિર્ણય
Nitin Gadkari

Follow us on

કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી  Nitin Gadkariએ કહ્યું હતું કે જો ઓટો કંપનીઓ સ્વદેશી ઓટો પાર્ટ્સને પ્રોત્સાહન આપવામાં ગંભીરતા નહીં બતાવે તો સરકાર તેમની આયાત પરની કસ્ટમ ડ્યુટી વધારશે. ઓટો ઇન્ડસ્ટ્રીએ  મેક ઇન ઇન્ડિયા આંદોલનને ટેકો આપવો જોઈએ.

100 ટકા ભારતીય પાર્ટ્સનો ઉપયોગ કરો 
ઓટો સેક્ટરમાં સ્વદેશી પાર્ટ્સના ઉપયોગ અંગે સરકારે પોતાનું વલણ કડક બનાવ્યું છે. Automotive Component Manufacturers Association of India (ACMA)ની છઠ્ઠી ટેકનોલોજી સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતા Nitin Gadkariએ કહ્યું, “ ઓટો ઇન્ડસ્ટ્રીમાં વિદેશી પાર્ટ્સના બદલે 100 ટકા ભારતીય પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે.હું ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આ મુદ્દાને ગંભીરતાથી લેવા વિનંતી કરું છું.”

કેન્દ્ર સરકાર કસ્ટમ ડ્યુટી વધારશે
Nitin Gadkariએ કહ્યું કે જો ઓટો કંપનીઓ સ્વદેશી ઓટો પાર્ટ્સને પ્રોત્સાહન આપવામાં ગંભીરતા નહીં બતાવે તો સરકાર તેમની આયાત પરની કસ્ટમ ડ્યુટી વધારશે. તેમણે કહ્યું કે ઓટો કંપનીઓએ આયાત બંધ કરી દેવી જોઈએ અને સ્થાનિક કંપનીઓએ ઓછા ખર્ચે આયાતનો વિકલ્પ વિકસાવવો જોઈએ.ઓટો ઇન્ડસ્ટ્રી પાસે મેક ઇન ઇન્ડિયા આંદોલનને ટેકો આપવા માટે હજી પણ સમય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Next Article