શું સરકારે ક્રિપ્ટોને કાનુની માન્ચતા આપી ? જાણો શું કહે છે નીતિ આયોગ
ક્રિપ્ટોકરંન્સી (Cryptocurrency)અને વર્ચુઅલ ડિઝિટલ એસેટ દ્વારા કરવામાં આવતી લેવડ-દેવડ દ્વારા થતી આવકમાં 30 ટકા ટેક્સ વસુલવામાં આવશે. આ સાથે ક્રિપ્ટોમાં થતા ટ્રાંજેક્શન પર 1 ટકા ટીડીએસ (TDS)કાપવામાં આવશે,ક્રિપ્ટોના ટ્રાજેક્શન કે લેવડ-દેવડમાં જો નુક્શાન થાય તો પણ રોકાણકારોએ ટેક્સ ફરજીયાત ચુકવાનો રહેશે.
કેન્દ્રિય નાણા મંત્રી નિર્માલા સીતારમણ (Nirmala Sitharaman) મંગળવારે 1 ફેબ્રુઆરીના સંસદમાં દેશનું બજેટ રજુ કર્યુ, નાણાકિય વર્ષ 2022-2023માં રજુ કરેલા બજેટમાં નાણા મંત્રીએ ઘણી નવી જાહેરાત કરી, જેમા ક્રિપ્ટોકરંન્સી (Cryptocurrency) અને વર્ચુઅલ ડિઝિટલ એસેટ દ્વારા કરવામાં આવતી લેવડ-દેવડ દ્વારા થતી આવકમાં 30 ટકા ટેક્સ વસુલવામાં આવશે. આ સાથે ક્રિપ્ટોમાં થતા ટ્રાંજેક્શન પર 1 ટકા ટીડીએસ (TDS) કાપવામાં આવશે, ક્રિપ્ટોના ટ્રાજેક્શન કે લેવડ-દેવડમાં જો નુક્શાન થાય તો પણ રોકાણકારોએ ટેક્સ ફરજીયાત ચુકવાનો રહેશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ક્રિપ્ટો અથવા વર્ચ્યુઅલ એસેટ (Virtual Assets) પર ટેક્સની જાહેરાત કરી હતી પરંતુ તેને કાનૂની માન્યતા આપવા અંગે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ નિષ્ણાતો કહે છે કે જો સરકાર ક્રિપ્ટો પર ટેક્સ લગાવી રહી છે, તો તેનો સીધો અર્થ એ છે કે તેને માન્યતા આપવામાં આવી રહી છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે શું કહ્યું?
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સીએનબીસી આવાઝ સાથે વાતચીત કરતા ક્રિપ્ટોકરન્સી વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી. રાજીવ કુમારે કહ્યું કે સરકાર કોઈપણ ગેરકાયદેસર વસ્તુ પર ટેક્સ વસૂલતી નથી. તેમણે કહ્યું કે ગેરકાયદેસર આવક કે કાળાનાણા પર ટેક્સ લગાવી શકાય નહીં. તેથી, જો ક્રિપ્ટો પર ટેક્સ લાદવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે સરકારે તેને એક એસેટ ક્લાસ તરીકે માન્યતા આપી છે, જે ખૂબ જ ઝડપથી ઉભરી આવી છે.
ટેક્સ સંબંધિત નિયમો શું છે
હવે જ્યારે એક એસેટ ક્લાસ (ક્રિપ્ટો અને વર્ચ્યુઅલ એસેટ) આટલી ઝડપી ગતિએ પ્રસરી રહ્યા છે, ત્યારે સરકારે તેને આવકવેરાના દાયરામાં લઈને તેનાથી થતી આવક પર ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. તમારે બધાએ એક વાત ખાસ સમજવી જોઈએ કે સરકાર ફક્ત તે વસ્તુઓ પર જ ટેક્સ લગાવે છે જેને કાયદાકીય માન્યતા આપવામાં આવી હોય.અલબત્ત, સરકાર ક્રિપ્ટોકરન્સીની કાનૂની માન્યતાની સીધી જાહેરાત નથી કરી રહી, પરંતુ તેના પરના ટેક્સના નિયમો અને નિયમો અનુસાર તેને કાનૂની માન્યતા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો :vedant fashions ipo: માન્યવર બ્રાન્ડ કંપનીનો IPO આજથી લોન્ચ, જાણો શું છે ગ્રે માર્કેટ