‘વ્યાપારની દૃષ્ટિએ અમેરિકી કંપનીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે ભારત’

|

Nov 20, 2021 | 7:16 PM

નિશા બિસ્વાલે જણાવ્યું હતું કે યુ.એસમાં ઘણી કંપનીઓ 'મેક ઈન ઈન્ડિયા'ના વિઝન પર કામ કરવા માંગે છે, પરંતુ સ્થાનિક માલસામાનની જરૂરિયાતો કેટલીકવાર ખૂબ જ પડકારરૂપ બની જાય છે કારણ કે સપ્લાય ચેઈન વૈશ્વિક છે અને તેને સ્થળાંતર કરવામાં સમય લાગે છે.

વ્યાપારની દૃષ્ટિએ અમેરિકી કંપનીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે ભારત
Nisha Biswal (File Image)

Follow us on

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ નિશા બિસ્વાલે (Nisha Biswal, President of the US-India Business Council) અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ કેથરીન તાઈની (US Trade Representative Catherine Tai) ભારતની પ્રથમ મુલાકાત પહેલા ભારત સામે CAATSA પ્રતિબંધો અને રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ લેવાના વિષય પર મહત્વપૂર્ણ વાતચીત કરી હતી.

 

નિશા બિસ્વાલે કહ્યું કે ભારત અમેરિકન કંપનીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યાપારીક ભાગી છે. નિશા બિસ્વાલે આગળ જણાવ્યું હતું કે યુ.એસમાં ઘણી કંપનીઓ ‘મેક ઈન ઈન્ડિયા’ના વિઝન પર કામ કરવા માંગે છે, પરંતુ સ્થાનિક માલસામાનની જરૂરિયાતો કેટલીકવાર ખૂબ જ પડકારરૂપ બની જાય છે કારણ કે સપ્લાય ચેઈન વૈશ્વિક છે અને તેને સ્થળાંતર કરવામાં સમય લાગે છે. યુ.એસમાં ભારતીય મૂડીરોકાણ અને ભારતીય મેન્યુફેક્ચરિંગના પ્રવાહને જોતાં ભારત યુએસમાં એફડીઆઈનો ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

ભારત સરકારની PLI યોજનાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી

ભારતીય કંપનીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી સૌથી મોટી ચિંતાઓમાંની એક શ્રમ અને ઈમિગ્રેશન નીતિઓ છે, જે ભારતીય કંપનીઓને H1B1 વિઝા વગેરે દ્વારા ભારતમાંથી સ્ત્રોત પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે. તેથી આ એક મહત્વપૂર્ણ વાતચીત છે.

 

નિશા બિસ્વાલે PLI યોજનાને લઈને ભારતની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારની પીએલઆઈ યોજનાઓ અને આ પીએલઆઈ યોજનાઓના વિસ્તરણ માટે સરકારની પ્રશંસા કરવાની જરૂર છે. મને લાગે છે કે આ PLI સ્કીમ ભારતમાં વધુ સપ્લાય ચેઈન અને વધુ ઉત્પાદનને આકર્ષિત કરવાની સરકારની ઈચ્છાને સમર્થન આપશે.

 

PLI સ્કીમ શું છે?

સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને આયાત બિલમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારે માર્ચ 2020માં PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજના શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય સ્થાનિક એકમોમાં ઉત્પાદિત ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવા પર કંપનીઓને પ્રોત્સાહિત કરવાનો છે. દેશમાં PLI યોજના માટે 13 પ્રદેશોની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર દેશની મેન્યુફેક્ચરિંગ કંપનીઓને અલગ-અલગ હેડ હેઠળ 1.97 લાખ કરોડનું પ્રોત્સાહન આપશે.

 

વિદેશી કંપનીઓને ભારતમાં આમંત્રિત કરવા ઉપરાંત, આ યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમોની સ્થાપના અથવા વિસ્તરણ માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. PLI યોજના સંબંધિત યોજનાઓ માટે બજેટમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉત્પાદનના સરેરાશ 5 ટકા પ્રોત્સાહક તરીકે આપવામાં આવે છે.

 

આનો અર્થ એ થયો કે એકલી PLI સ્કીમ દ્વારા આવનારા 5 વર્ષમાં ભારતમાં લગભગ 520 બિલિયન ડોલર એટલે કે 3,85,55,40,00,00,000 રૂપિયાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ સિવાય જે સેક્ટર માટે PLI સ્કીમ બનાવવામાં આવી છે તે સેક્ટરમાં હાલમાં કામ કરતા વર્ક ફોર્સની સંખ્યા લગભગ બમણી થઈ જશે.

 

આ પણ વાંચો :  Farm Laws Withdrawn : ‘ભક્તો હજી કહેશે, વાહ ! શું માસ્ટરસ્ટ્રોક છે’, શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

Next Article