Stock Market : નિફ્ટી 22150 ની નીચે ખુલ્યો, સેન્સેક્સ 480 પોઈન્ટ તૂટ્યો, ઈઝરાયેલ-ઈરાન સંકટથી શેરબજારમાં ડરનો માહોલ

|

Apr 16, 2024 | 9:52 AM

મધ્ય પૂર્વના તણાવને કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો. કોમેક્સ ગોલ્ડની કિંમત $2400 પ્રતિ ઔંસને વટાવી ગઈ છે. ઔદ્યોગિક માંગમાં વધારાને કારણે ચાંદી પણ ત્રણ વર્ષની ટોચે પહોંચી છે. જોકે બ્રેન્ટ $90 ની નજીક ટ્રેડ કરી રહ્યું છે

Stock Market : નિફ્ટી 22150 ની નીચે ખુલ્યો, સેન્સેક્સ 480 પોઈન્ટ તૂટ્યો, ઈઝરાયેલ-ઈરાન સંકટથી શેરબજારમાં ડરનો માહોલ
Stock Market

Follow us on

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના માહોલમાં વિશ્વભરના શેરબજારો હજુ પણ સળગી રહ્યાં છે. આજે સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે વેચવાલીનું દબાણ છે. સ્મોલ કેપ શેરબજાર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જ્યારે નિફ્ટીના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના સૂચકાંકો લીલા છે.

આ બધું હોવા છતાં બજારનું એકંદર સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે. તેના કારણે આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.97 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.97 લાખ કરોડનો ઘટાડો થયો છે.

હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 507.73 પોઇન્ટ અથવા 0.69 ટકાના ઘટાડા સાથે 72892.05 પર છે અને નિફ્ટી 50 143.30 પોઇન્ટ અથવા 0.64 ટકાના ઘટાડા સાથે 22129.20 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 72892.05 અને નિફ્ટી 22129.20 પર બંધ થયો હતો.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 15 એપ્રિલ, 2024ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 3,94,48,097.94 કરોડ હતી. આજે એટલે કે 16મી એપ્રિલ 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 3,94,48,097.94 કરોડ રૂપિયા પર રહ્યું. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 1,97,710.29 કરોડનો ઘટાડો થયો છે.

સેન્સેક્સના માત્ર 4 શેર જ ગ્રીન ઝોનમાં 

સેન્સેક્સમાં 30 શેર લિસ્ટેડ છે જેમાંથી માત્ર 4 જ ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ ફાયદો ટાઇટન, એરટેલ અને નેસ્લેમાં થયો છે. બીજી તરફ એનટીપીસી, ઈન્ફોસિસ અને બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. નીચે તમે સેન્સેક્સ પર સૂચિબદ્ધ તમામ શેરના નવીનતમ ભાવ અને આજની વધઘટની વિગતો જોઈ શકો છો-

એક વર્ષની ટોચે 48 શેર

આજે BSE પર 2279 શેરનો વેપાર થઈ રહ્યો છે. આમાં 794 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, 1376માં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે અને 109માં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. આ સિવાય 48 શેર એક વર્ષની ટોચે અને 7 શેર ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે 59 શેર અપર સર્કિટ પર પહોંચ્યા હતા, જ્યારે 43 શેર લોઅર સર્કિટ પર પહોંચ્યા હતા.

Next Article