
Nexus Select Trust REIT IPO Allotment Status : Nexus Select Trust REIT IPO માં શેરની ફાળવણી આજે થઇ રહી છે. શેર ફાળવણી પહેલા ગ્રે માર્કેટ શેર પ્રીમિયમ સારા સંકેત દર્શાવે છે. બજાર નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર Nexus Select Trust REITનો શેર સોમવારે ગ્રે માર્કેટમાં રૂપિયા 5ના પ્રીમિયમ (Nexus Select Trust REIT IPO GMP) પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ IPOમાં પ્રાઇસ બેન્ડ રૂ. 95 થી રૂ. 100 પ્રતિ શેર હતી. ગ્રે માર્કેટ મુજબ કંપનીનો સ્ટોક રૂ.105ની આસપાસ લિસ્ટ થઈ શકે છે. આ IPO 9મી મેના રોજ ખુલ્યો હતો અને 11મી મેના રોજ બંધ થયો હતો. નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ એ ભારતનો પ્રથમ REIT (Real Estate Investment Trust) IPO છે. તે રિટેલ રિયલ એસ્ટેટ એસેટ્સ દ્વારા સમર્થિત છે.
Nexus Select ના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની વેબસાઈટ પર તેમના શેરની ફાળવણીની સ્થિતિ ચકાસી શકે છે.
કંપનીના દેશના 14 મોટા શહેરોમાં લગભગ 17 મોલ છે. આ તમામ શોપિંગ મોલ 1 કરોડ ચોરસ ફૂટમાં ફેલાયેલા છે, જેનું માર્કેટ 24,400 કરોડ રૂપિયા છે. કંપનીએ દેશનું પ્રથમ REIT એમ્બેસી ઓફિસ પાર્ક અને પછી માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT લોન્ચ કર્યું છે. નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે દક્ષિણ દિલ્હીમાં સિલેક્ટ સિટીવોક મોલનો પણ સમાવેશ કર્યો છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોન-પ્રાયોજિત નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે તેના IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે તેનો ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યો છે.