PPFમાં રોકાણ કરનારાઓ માટે ચિંતાના સમાચાર, સરકારે ઘટાડયાં વ્યાજ દર, જાણો નવા રેટ

|

Apr 01, 2021 | 7:58 AM

Public Provident Fund: પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. સરકારે PPF માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

PPFમાં રોકાણ કરનારાઓ માટે ચિંતાના સમાચાર, સરકારે ઘટાડયાં વ્યાજ દર,  જાણો નવા રેટ
File Photo

Follow us on

Public Provident Fund: પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. સરકારે PPF માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.આજે 1 એપ્રિલ (1 એપ્રિલથી 30 જૂન, 2021) થી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે, વ્યાજ દર 7.1 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરવામાં આવ્યો છે. તે આજે 1 એપ્રિલથી 30 જૂન 2021 સુધી અમલમાં રહેશે. વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થશે.

આ ઉપરાંત તમામ બચત યોજનાઓ માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્ર માટેનો વ્યાજ દર 6.9 ટકાથી ઘટાડીને 6.2 ટકા કરાયો હતો. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર માટેનો વ્યાજ દર 6.8 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરાયો છે. વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓ માટેનો વ્યાજ દર 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરાયો છે.

ત્રણ સ્તરમાં ટેક્સ છૂટ મળે છે
Public Provident Fund (PPF) એ એક ઉત્તમ રોકાણ વિકલ્પ મનાય છે. તેની શરૂઆત 1968 માં થઈ હતી. તે છેલ્લા 53 વર્ષથી રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે. સૌથી મોટી વિશેષતા એ છે કે તે જ કર બચત યોજના છે અને EEE કેટેગરી હેઠળ આવે છે. આ એક લાંબી અવધિની રોકાણ યોજના છે જેમાં તમે દર વર્ષે રોકાણ કરીને ટેક્સમાં કપાત મેળવી શકો છો. જ્યારે તે મેચ્યોર થાય છે ત્યારે પાકતી રકમ અને વ્યાજની આવક બંને સંપૂર્ણપણે કરમુક્ત હોય છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પરનો વ્યાજ દર 7.1 ટકા હતો જે નાણાકીય વર્ષ 2021-22 માટે ઘટાડીને 6.4 ટકા કરી દેવામાં આવ્યો છે. તમે એક વર્ષમાં લઘુત્તમ 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજના 15 વર્ષ જૂની છે. 5-5 વર્ષના બ્લોકમાં તે વધારી શકાય છે.

પીપીએફ ખાતા પર લોન અને આંશિક ઉપાડની સુવિધા
પીપીએફ ખાતાધારકોને લોનની સુવિધા પણ મળે છે. આ સુવિધા ત્રીજા અને પાંચમા વર્ષે ઉપલબ્ધ છે. આ બીજા વર્ષમાં જમા કરાયેલ રકમના મહત્તમ 25 ટકા સુધી હોઈ શકે છે. જોકે આ માટેનો લોક-ઇન પિરિયડ 15 વર્ષનો છે પરંતુ 6 વર્ષ પૂરા થયા પછી સાતમા વર્ષથી આંશિક ઉપાડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ફાળો આપનાર તેના ભંડોળમાં જમા કરેલી રકમના મહત્તમ 50 ટકા સુધી ઉપાડ કરી શકે છે.

Next Article