AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New LPG Rules : સબસિડી વાળું LPG સિલિન્ડર નહીં મળે જો તમે આ કામ નહીં કર્યું હોય, જાણી લો

1 ઓક્ટોબર, 2026થી ઘરેલુ LPG સબસિડી મેળવવા માટે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (BAA) ફરજિયાત બનશે. સરકારે યોગ્ય ગ્રાહકો સુધી સબસિડી પહોંચાડવા અને દુરુપયોગ રોકવા આ નિર્ણય લીધો છે.

New LPG Rules : સબસિડી વાળું LPG સિલિન્ડર નહીં મળે જો તમે આ કામ નહીં કર્યું હોય, જાણી લો
| Updated on: Sep 20, 2026 | 4:14 PM
Share

New LPG Rules: ઘરેલુ LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબર, 2026થી સબસિડીવાળા દરે LPG રિફિલ મેળવવા માટે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (BAA) જરૂરી બનશે. એટલે કે, જે ગ્રાહકોએ અત્યાર સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે સબસિડીનો લાભ મેળવવા માટે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ LPG સબસિડીનો લાભ યોગ્ય અને પાત્ર પરિવારો સુધી પહોંચાડવાનો છે. સાથે જ ડુપ્લિકેટ અથવા અયોગ્ય LPG કનેક્શનને દૂર કરવા અને સબસિડીવાળા ઘરેલુ સિલિન્ડરના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગને રોકવામાં પણ આ પ્રક્રિયા મદદરૂપ થશે.

19 સપ્ટેમ્બર સુધીમાં 89.9 ટકા ગ્રાહકોનું વેરિફિકેશન પૂર્ણ

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 19 સપ્ટેમ્બર, 2026 સુધીમાં 274.3 મિલિયન સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોમાંથી 89.9 ટકા ગ્રાહકોએ આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લીધું છે. જે ગ્રાહકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે, તેમને હવે કોઈ વધારાની કાર્યવાહી કરવાની જરૂર નથી. તેઓ અગાઉની જેમ LPG રિફિલ બુક કરાવી શકશે.

બીજી તરફ, જે ગ્રાહકોએ હજુ સુધી BAA પૂર્ણ કર્યું નથી, તેમના માટે સબસિડીવાળા દરે રિફિલ બુકિંગ ફરી શરૂ કરવા માટે પહેલા આધાર બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરવી પડશે.

LPG બાયોમેટ્રિક વેરિફિકેશન કેવી રીતે કરવું?

ગ્રાહકો માટે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. LPG રિફિલની ડિલિવરી વખતે ડિલિવરી કર્મચારીની મદદથી પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ગ્રાહકો પોતાના LPG વિતરકના શોરૂમની મુલાકાત લઈને પણ વેરિફિકેશન કરાવી શકે છે.

ગ્રાહકો ઘરે બેઠા મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઇન્ડેનના ગ્રાહકો IndianOil ONE એપનો ઉપયોગ કરી શકે છે. ભારતગેસના ગ્રાહકો માટે HelloBPCL એપ ઉપલબ્ધ છે, જ્યારે HP ગેસના ગ્રાહકો HP PAY એપ મારફતે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત PMUY પોર્ટલ પર e-KYC અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સંબંધિત વિડિયો ટ્યુટોરિયલ પણ ઉપલબ્ધ છે, જેના આધારે ગ્રાહકો પ્રક્રિયા સમજીને પોતાનું વેરિફિકેશન પૂર્ણ કરી શકે છે.

જો આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન ન કરાવવું હોય તો?

સરકારના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો BAA કરાવવા માંગતા નથી અથવા કોઈ કારણસર આ પ્રક્રિયા પૂર્ણ કરી શકતા નથી, તેઓ LPG મેળવવાનું ચાલુ રાખી શકશે. જોકે, આવા ગ્રાહકોને તેમના સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપની (OMC)ના ડિજિટલ ચેનલ મારફતે પોતાની પસંદગી નોંધાવવી પડશે.

આ માટે ગ્રાહક વેબ પોર્ટલ, મોબાઇલ એપ્લિકેશન, WhatsApp ચેટબોટ અથવા IVRS જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે. આવા ગ્રાહકોને OMC પાસે ઉપલબ્ધતા મુજબ 5 કિલો અથવા 10 કિલોના LPG સિલિન્ડર બજાર ભાવે મળી શકશે. જોકે, તેના પર સબસિડીનો લાભ મળશે નહીં.

BAA માટેની સમયમર્યાદા અગાઉ પણ લંબાવવામાં આવી હતી

સરકારે શરૂઆતમાં ગ્રાહકોને 30 જૂન, 2026 સુધીમાં આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ ગ્રાહકોને વધુ સમય આપવા માટે સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી અને અંતે 14 સપ્ટેમ્બર, 2026 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

સરકાર અને OMC દ્વારા લાંબા સમયથી આ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર 2023થી અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ SMS અને WhatsApp સંદેશા મોકલવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત LPG વિતરકો અને ડિલિવરી સ્ટાફ દ્વારા ગ્રાહકોને વ્યક્તિગત રીતે માહિતી આપવામાં આવી છે અને શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કેમ્પ પણ યોજવામાં આવ્યા છે.

LPG પર સબસિડીની જરૂર શા માટે પડી?

સરકારના જણાવ્યા અનુસાર, ઘરેલુ LPG સિલિન્ડરનો વાસ્તવિક ખર્ચ અને ગ્રાહકો પાસેથી લેવામાં આવતી કિંમત વચ્ચેનો તફાવત સબસિડી દ્વારા ભરવામાં આવે છે. સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડર પર આ છુપાયેલી સબસિડી આશરે ₹210 હતી. જૂન 2026માં આ રકમ આશરે ₹721 હતી.

સરકારે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વળતર તરીકે ₹22,000 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27 દરમિયાન ₹30,000 કરોડની ચુકવણી કરવામાં આવી રહી છે. PIB અનુસાર, 31 ઓગસ્ટ, 2026 સુધીમાં ઘરેલુ LPGના વેચાણમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓની કુલ અંડર-રિકવરી ₹62,000 કરોડથી વધુ રહી હતી.

1 ઓક્ટોબર પહેલાં આ કામ પૂર્ણ કરી લો

જો તમે સબસિડીવાળા દરે ઘરેલુ LPG સિલિન્ડર મેળવતા હો અને હજુ સુધી આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યું નથી, તો 1 ઓક્ટોબર પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. LPG સંબંધિત માહિતી અથવા મદદ માટે ગ્રાહકો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1800 2333 555 પર સંપર્ક કરી શકે છે.

જલ્દી રોકેટ બની શકે છે આ ‘સ્ટોક’, શું ખરીદવાની યોગ્ય તક છે?

Follow Us
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
g clip-path="url(#clip0_868_265)">