Nepal એ ઈતિહાસમાં પહેલીવાર India માં સિમેન્ટની નિકાસ કરી, વેપાર ખાધમાં 15%નો મોટો ઘટાડો થઈ શકે છે

|

Jul 10, 2022 | 3:09 PM

ઈતિહાસમાં પ્રથમ વખત નેપાળે ભારતમાં સિમેન્ટની નિકાસ કરી છે. 3000 બોરીનો પહેલો માલ ભારત પહોંચ્યો છે. વાસ્તવમાં નેપાળ સરકારે સિમેન્ટ નિકાસકારો માટે સબસિડીની જાહેરાત કરી છે, જેની અસર જોવા મળી રહી છે.

Nepal એ ઈતિહાસમાં પહેલીવાર India માં સિમેન્ટની નિકાસ કરી, વેપાર ખાધમાં 15%નો મોટો ઘટાડો થઈ શકે છે
Nepal-India

Follow us on

પાડોશી દેશ નેપાળે ભારતમાં સિમેન્ટ (Nepal cement export to India)ની નિકાસ શરૂ કરી દીધી છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. નેપાળથી સિમેન્ટની 3000 બોરીઓની પહેલી ખેપ ઉત્તર પ્રદેશની સરહદે આવેલી ચેકપોસ્ટ દ્વારા ભારતમાં આવી પહોચી છે. ત્યાંની કંપની પાલ્પા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Palpa Cement Industries) ભારતમાં નિકાસ કરે છે. સિમેન્ટ બ્રાન્ડનું નામ તાનસેન છે. બજેટ રજૂ કરતાં નેપાળ સરકારે સિમેન્ટની નિકાસને પ્રોત્સાહન આપવા સબસિડી આપવાની જાહેરાત કરી હતી. બજેટની જાહેરાત મુજબ, જો કોઈ કંપની નેપાળી કાચા માલનો ઉપયોગ કરીને નેપાળી સિમેન્ટની નિકાસ કરે છે, તો તેને 8 ટકાની રોકડ સબસિડી આપવામાં આવશે. આ સબસિડીનો લાભ લઈને પલ્પા સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝે નિકાસ શરૂ કરી છે.

સરકારે બજેટમાં સિમેન્ટની નિકાસ માટે આઠ ટકા સબસિડી આપ્યા બાદ નેપાળના ઉદ્યોગપતિઓ ભારતમાં સિમેન્ટની નિકાસ કરવા માટે ઉત્સાહિત છે. પલ્પા ઇન્ડસ્ટ્રીઝના પબ્લિક રિલેશન ઓફિસર જીવન નિરૌલાના જણાવ્યા અનુસાર, નવલપારાસી પ્લાન્ટમાં દરરોજ 1800 ટન ક્લિંકર અને 3000 ટન સિમેન્ટનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. પલ્પા, જે પલ્પા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બેનર હેઠળ તાનસેન બ્રાન્ડ સિમેન્ટનું ઉત્પાદન કરે છે, તેણે ગુણવત્તાના ધોરણોની તપાસ સહિત તમામ સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી ભારતમાં સિમેન્ટની નિકાસ કરવાનું શરૂ કર્યું.

ભારત સાથે વેપાર ખાધ 15% ઘટી શકે છે

નેપાળમાં લગભગ 50 સિમેન્ટ કંપનીઓ કાર્યરત છે. તેમાંથી 15 કંપનીઓ એવી છે જે સિમેન્ટ અને ક્લિંકર બંને બનાવે છે. આ કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતા 22 મિલિયન ટન છે. પલ્પા સિમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શેખર અગ્રવાલે કહ્યું કે સિમેન્ટની નિકાસની મદદથી નેપાળ ભારત સાથેની વેપાર ખાધને 15 ટકા ઘટાડી શકે છે. શેખર અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં સિમેન્ટની નિકાસ સાથે નેપાળી ઉત્પાદનો હવે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરી શકે છે. નવલપારાસી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ કેશવ ભંડારીએ જણાવ્યું હતું કે સરકારી ગ્રાન્ટ સાથે ભારતમાં સિમેન્ટની નિકાસ દેશના અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

150 અબજ નેપાળી રૂપિયાની સિમેન્ટ નિકાસની સંભાવના

સબસિડીની જાહેરાતે નેપાળમાં કાર્યરત અન્ય પાંચ સિમેન્ટ કંપનીઓને ભારતમાં તેમના ઉત્પાદનોની નિકાસ કરવા પ્રોત્સાહિત કર્યા છે. નેપાળ સિમેન્ટ પ્રોડ્યુસર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ હિમાલયન રાષ્ટ્ર પાસે 150 અબજ નેપાળી ચલણના મૂલ્યના સિમેન્ટની નિકાસ કરવાની ક્ષમતા છે. નેપાળનો સિમેન્ટ ઉદ્યોગ તેની વિશાળ ક્ષમતા હોવા છતાં બજારના અભાવને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

Next Article