Nepal Plane Crash : નેપાળની તારા એરલાઇન્સમાં સવાર હતો મુંબઇ થાણેનો પરિવાર, જુઓ મુસાફરોના નામની સંપૂર્ણ યાદી

(Nepal Plane Crash)નેપાળની (Nepal)તારા એરલાઈન્સે (Tara airlines)વિમાનમાં સવાર લોકોનાં નામ જાહેર કર્યા છે. તેમાં મુંબઇ થાણેના અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠીનો પણ સમાવેશ થાય છે.

Nepal Plane Crash : નેપાળની તારા એરલાઇન્સમાં સવાર હતો મુંબઇ થાણેનો પરિવાર, જુઓ મુસાફરોના નામની સંપૂર્ણ યાદી
Nepal Plane Crash
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 8:06 AM

નેપાળની તારા એરલાઇન્સના લાપતા બનેલ વિમાનની આ  ઘટનામાં પોલીસ અધિકારીએ કહ્યું, કે  નેપાળ (Nepal)જઈ રહેલા વિમાનમાં સવાર પરિવાર મુંબઇનો હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ  મુંબઈ પોલીસની (Mubai piloce)ની એક ટીમ બોરીવલીમાં આ પરિવારના નિવાસસ્થાને પહોંચી તો ત્યાં તાળું મારેલું જોવા મળ્યું હતું અને પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રિપાઠી પરિવારે આ ફલેટ ભાડે આપ્યો હતો. આ ફ્લેટ એવા વ્યક્તિને ભાડે આપ્યો હતો, જે હજુ દેશની બહાર છે. ત્યાર બાદ પોલીસે ત્રિપાઠી પરિવારના અન્ય સ્વજનોને શોધવાનું શરૂ કર્યું હતું.

રવિવારે ગુમ થયેલા નેપાળના વિમાનમાં (Nepal Plane Crash) મુંબઇના દંપતી અને તેમના બાળકો અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી સવાર હતા. તેઓ થાણેના રહેવાસીહતા. પોલીસે અહીંના તેમના સંબંધીઓને પડોશી દેશ નેપાળમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. નેપાળની એરલાઇન તારા એરનું એક નાનું પ્લેન રવિવારે સવારે પર્યટન શહેર પોખરાથી ઉડાન ભર્યા બાદ હિમાલયના પર્વતીય વિસ્તારમાં ગુમ થયું હતું. આ વિમાનમાં મુંબઈના એક પરિવારના ચાર સભ્યો સહિત 22 લોકો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગુમ થયેલા વિમાનમાં અશોક કુમાર ત્રિપાઠી, તેમની પત્ની વૈભવી ત્રિપાઠી અને બાળકો ધનુષ અને રિતિકા સવાર હતા.

શહેર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ઘટના બાદ, નેપાળમાં ભારતીય દૂતાવાસે બોર્ડમાં સવાર પરિવારના ચાર સભ્યો વિશે વધુ માહિતી મેળવવા માટે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. વૈભવી બાંદેકર (ત્રિપાઠી)ના પાસપોર્ટ ઉપર લખેલું સરનામું મુંબઈના બોરીવલી ઉપનગરમાં ચીકુવાડી વિસ્તારનું હતું. જ્યારે મુંબઈ પોલીસની ટીમ બોરીવલીમાં તેના ફ્લેટ પર પહોંચી, ત્યારે તેને ત્યાં તાળું લાગેલું જોવા મળ્યું. જાણવા મળ્યું છે કે તેણે આ ફ્લેટ એવા વ્યક્તિને ભાડે આપ્યો હતો, જે હજુ દેશની બહાર છે. બાદમાં તેમના પડોશીઓએ પોલીસને જણાવ્યું કે ત્રિપાઠી પરિવાર થાણે શહેરમાં શિફ્ટ થઈ ગયો છે, જેના પગલે પોલીસે ત્યાં રહેતા તેમના સંબંધીઓનો સંપર્ક કર્યો.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

હવામાનમાં સુધારો થતાં જ હેલિકોપ્ટર હવાઈ કામગીરી શરૂ કરશે

મ્યાગડીના મુખ્ય જિલ્લા અધિકારી ચિરંજીવી રાણાએ ધ કાઠમંડુ પોસ્ટ અખબારને જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ જ્યાં છેલ્લે પ્લેન જોયું હતું તે સ્થળ પર ખરાબ હવામાનને કારણે શોધખોળ અભિયાન ચલાવાવમાં મુશ્કેલી આવી રહી છે. જેવો હવામાનમાં સુધારો થશે તેવો જ સમગ્ર અભિયાન ઝડપથી ચાલુ કરવામાં આવશે. સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે વિમાને ખાઈબાંગમાં બે રાઉન્ડ કર્યા અને ‘લેટે પાસ’ (2,500 મીટર) નજીક કીતી ડાંડા તરફ પ્રયાણ કર્યું. તેમણે કહ્યું કે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ સાઇટથી લેટે પાસ સુધી 12 કલાક ચાલવાનું છે. જ્યાં વિમાનને છેલ્લે જોવામાં આવ્યું હતું ત્યાં કોઈ માનવ વસાહત નથી.

લમ્ચે નદી પાસે જોવા મળ્યું હતું વિમાન

ત્રિભુવન એરપોર્ટના વડાએ કહ્યું હતું કે વિમાન હાલમાં કઈ સ્થિતિમાં છે તે કહેવું મુશ્કેલ છે. સેના વતી એવું કહેવામાં આવ્યું છે કે સ્થાનિક લોકોએ માહિતી આપી છે કે છેલ્લે લમ્ચે નદી પાસે વિમાનનું લોકેશન જોવા મળ્યું હતું. મુખ્ય જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર, વિમાનને છેલ્લે મુસ્તાંગના જોમસોમ ખાતે જોવામાં આવ્યું હતું, ત્યારબાદ તે ધૌલાગિરી પર્વતો તરફ ગયું હતું. આ દરમિયાન વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

નેપાળ વિમાનમાં સવાર અન્ય મુસાફરોના નામ

ઇન્દ્ર બહાદુર ગોલે, પુરુષોત્તમ ગોલે, રાજન કુમાર ગોલે, મિક ગ્રેટ, બસંત લામા, ગણેશ નારાયણ શ્રેષ્ઠ, રવિના શ્રેષ્ઠ, રસ્મી શ્રેષ્ઠ, રોઝીના શ્રેષ્ઠ, પ્રકાશ સુનુવર, મકર બહાદુર તમંગ, રામમાયા તમંગ, સુકુમાયા તમાંગ, તુલસીદેવી વિલ્મનાર અને તુલસીદેવી તમાંગ. આ સિવાય ક્રૂ મેમ્બર કેપ્ટન પ્રભાકર ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મત થાપા પણ વિમાનમાં સવાર હતા.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">