અનિલ અંબાણીની RCOM પર નાદારીની પ્રક્રિયા શરૂ, કંપની પર છે કરોડો રૂપિયાનું દેવુ

|

May 08, 2019 | 3:44 AM

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(RCOM) પર નાદારીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવા રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણુક કરવા અને ક્રેડિટર્સની કમિટિ બનાવવા માટે RCOMના લેણદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ પોંહચ્યા.  RCOMએ ગયા વર્ષથી નાદારી પ્રક્રિયા પર સ્ટે લીધો હતો પણ મિલકતના વેચાણમાં નિષ્ફળતા મળતા આ વર્ષે ફેબ્રુઆરીમાં જાતે જ નાદારી પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના […]

અનિલ અંબાણીની RCOM પર નાદારીની પ્રક્રિયા શરૂ, કંપની પર છે કરોડો રૂપિયાનું દેવુ

Follow us on

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(RCOM) પર નાદારીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવા રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણુક કરવા અને ક્રેડિટર્સની કમિટિ બનાવવા માટે RCOMના લેણદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ પોંહચ્યા. 

RCOMએ ગયા વર્ષથી નાદારી પ્રક્રિયા પર સ્ટે લીધો હતો પણ મિલકતના વેચાણમાં નિષ્ફળતા મળતા આ વર્ષે ફેબ્રુઆરીમાં જાતે જ નાદારી પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના બોર્ડે કહ્યું હતું કે આ પગલું બધા જ સંબંધિત પક્ષોના હિતમાં હશે. તેનાથી 270 દિવસની અંદર RCOMની મિલકત વેચીને દેવું ચૂકવવાની પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકશે.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

કારોબારમાં નુકસાન થવાને લીધે RCOMએ 2 વર્ષ પહેલાથી જ ઓપરેશન્સ બંધ કરી દીધા છે. RCOMએ રિલાયન્સ જીયોને સ્પેકટ્રમ વેચીને નાદાર થવાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો પણ લાંબી કાયદાકીય પ્રક્રિયા અને સરકારની મંજૂરીમાં સમય લાગવાથી ડીલ થઈ શકી નહોતી.

આ વર્ષ માર્ચમાં RCOMના ચેરમેન અનિલ અંબાણીએ તેમના મોટા ભાઈની મદદથી એરિકશનના 480 કરોડ રૂપિયા ચૂકવી અને સુપ્રીમ કોર્ટના તિરસ્કારથી બચયા હતા. એરિકશન પહેલા ચાઈના ડેવલપમેન્ટ બેંક પણ નાદારી માટે કોર્ટમાં (NCLT) ગઈ હતી. RCOMએ તેમની પાસે 1 અરબ ડૉલરની લોન લીધી હતી. ત્યારબાદ RCOMએ મુંબઈ સ્થિત તેમની મુખ્ય ઓફિસનો એક ભાગ આપીને સેટલમેન્ટ કર્યુ હતું.

આ પણ વાંચો: ગોરખપુરમાં ગર્જના કરશે ગુજરાતના સિંહ, ઝુ એનીમલ એકસચેન્જ હેઠળ મોકલવાની તૈયારી

ગયા અઠવાડિયે 3 તારીખે SBIએ RCOM પર નાદારી પ્રક્રિયાને લઈને RP શોર્ટલિસ્ટ કરવા માટે મિટિંગ રાખી હતી. RCOMના ક્રેડિટર્સની કમિટીને 66 ટકા મત સાથે નવા RP માટે મંજૂરી આપવી પડશે. NCLTની મુંબઈ બેન્ચે હાલના RPને 30 મે સુધી પ્રોગ્રેસ રિપોર્ટ હાજર કરવા માટે આદેશ આપ્યો છે. તે દિવસે કેસની સુનાવણી થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article