SBIને પર્સનલ ગેરેન્ટી આપી ફસાયા અનિલ અંબાણી, NCLTએ Bankrupt Case ચલાવવાની આપી મંજૂરી

|

Sep 20, 2020 | 9:36 PM

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વધુ એક મુશ્કેલીમાં મુકાયા છે. હવે મુંબઈ સ્થિત નેશનલ લૉ ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના દાવા પર રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરૂદ્ધ નાદારી (Bankrupt case)નો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. NCLTએ SBIના દાવાની ચકાસણી માટે બે સભ્યોની પેનલની રચના કરી છે. Web Stories View more શું ફોન […]

SBIને પર્સનલ ગેરેન્ટી આપી ફસાયા અનિલ અંબાણી, NCLTએ Bankrupt Case ચલાવવાની આપી મંજૂરી

Follow us on

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વધુ એક મુશ્કેલીમાં મુકાયા છે. હવે મુંબઈ સ્થિત નેશનલ લૉ ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના દાવા પર રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરૂદ્ધ નાદારી (Bankrupt case)નો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. NCLTએ SBIના દાવાની ચકાસણી માટે બે સભ્યોની પેનલની રચના કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

NCLT દ્વારા નિયુક્ત બેન્કરપ્સી એડમિનિસ્ટ્રેટર SBIના આ દાવાની ચકાસણી કરશે. જેમાં બેન્કે કહ્યું છે કે વર્ષ 2016માં રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે લગભગ 1,200 કરોડ રૂપિયાની લોન લેતા સમયે અનિલ અંબાણીએ પર્સનલ ગેરેન્ટી આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હવે આ કંપનીઓ દેવાદાર થઈ ચૂકી છે અને દેવું ચૂકવી શકતી નથી. ત્યારે હવે NCLTએ અનિલ અંબાણીની વિરૂદ્ધ Bankrupt case ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા SBIએ બેન્કરપ્સી લૉના પર્સનલ ગેરેન્ટી ક્લોજ હેઠળ રકમ રિક્વર કરવાના અધિકારીની માંગ પણ NCLT પાસે કરી હતી. તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશને વર્ષ 2019ના શરૂઆતમાં જ પોતાને નાદાર જાહેર કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:35 pm, Fri, 21 August 20

Next Article