Multibagger Stocks : આ IT સ્ટોકે 12 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાને બનાવ્યા 68 લાખ, શું છે તમારા પોર્ટફોલિયોમાં ?
આજે બપોરે 3 વાગ્યે માઈન્ડટ્રી લિમિટેડનો શેર 155.20 અથવા 4.86%વધારા સાથે 3,351.50 ઉપર ટ્રેડ થતો નજરે પડ્યો હતો .
Mindtree share performance: કોરોનાને કારણે એપ્રિલ 2020 માં શેરબજાર તૂટી પડ્યું હતું. તે પછી વિદેશી અને સ્થાનિક રોકાણકારોએ મોટું રોકાણ કર્યું હતું. આ રોકાણના કારણે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ બમણા થઈ ગયા છે. સેન્સેક્સ 56 હજારને પાર કરી ગયો છે જ્યારે નિફ્ટી 16700 ની સપાટી પાર કરી ગયો છે.
એવા ઘણા શેરો છે જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ મોટું વળતર આપ્યું છે. આજે અમે એવા શેર વિશે વાત કરી રહ્યા છીએ જેણે તેના રોકાણકારોને અનેકગણું વળતર આપ્યું છે. આ એક IT સ્ટોક છે. જો કોઈ રોકાણકારે લગભગ 10 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો આજે તેના રોકાણની કિંમત 68 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આઈટી ક્ષેત્રના આ સ્ટોકનું નામ માઈન્ડટ્રી છે. આજે બપોરે 3 વાગ્યે માઈન્ડટ્રી લિમિટેડ(MindTree Ltd)નો શેર 155.20 અથવા 4.86%વધારા સાથે 3,351.50 ઉપર ટ્રેડ થતો નજરે પડ્યો હતો .
શેર રૂ 3400 ના સપાટીએ પહોંચ્યો હતો સ્ટોકે આજે નવો રેકોર્ડ બનાવ્યો અને ઓલટાઈમ હાઈ બનાવી હતી.શેર 3394 ના સ્તરે પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ 55,347 કરોડ છે. છેલ્લા એક સપ્તાહમાં આ સ્ટોકે લગભગ 15 ટકા રિટર્ન આપ્યું છે. શેર એક મહિનામાં 22 ટકા, ત્રણ મહિનામાં 60 ટકા, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 102 ટકા, એક વર્ષમાં 185 ટકા અને છેલ્લા ત્રણ વર્ષમાં 223 ટકા રિટર્ન આપ્યું છે.
આ સ્ટોક 2007 માં લિસ્ટેડ હતો માઇન્ડટ્રી બે અલગ અલગ એકમોમાં કામ કરે છે. પ્રથમ યુનિટ પ્રોડક્ટ એન્જિનિયરિંગ માટે છે અને બીજું યુનિટ આઈટી સર્વિસિસ માટે છે. કંપનીની સ્થાપના 1999 માં કરવામાં આવી હતી. કંપની 2007 માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઇ હતી. 2008 ની મંદીમાં સ્ટોક રૂ 60 ના સ્તરે સરકી ગયો હતો. સ્ટોક 6 માર્ચ, 2009 ના રોજ 50 રૂપિયા નોંધાયો હતો. જો તે સમયે કોઈએ આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત લગભગ 68 લાખ રૂપિયા હશે.
આજે શેરબજારમાં નરમાશ દેખાઈ આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડા સાથે શેરબજાર(Share Market) ખુલ્યું હતું. સેન્સેક્સ 55,159.13 પોઇન્ટ પાર ખુલ્યો હતો અને નિફ્ટી 16,382.50 એ કારોબાર શરૂ કર્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેર વધ્યા છે અને 22 શેરો લાલ નિશાન નીચેકારોબાર કરી રહ્યા છે. એશિયન પેઇન્ટનો શેર લગભગ 1% વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યો છે.
BSE પર 2,350 શેરમાં ટ્રેડિંગ થઇ રહ્યું છે જેમાંથી 497 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 1,757 શેર લાલ નિશાનમાં ટ્રેડિંગ કરી કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 239.37 લાખ કરોડ થઇ છે.આ અગાઉ બુધવારે સેન્સેક્સ 162.78 પોઇન્ટ ઘટીને 55,629.49 અને નિફ્ટી 45.75 પોઇન્ટ ઘટીને 16,568.85 પર બંધ થયો હતો.
આ પણ વાંચો : Karvy Stcok ના MD સી પાર્થસારથીની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ , કંપનીના 2 લાખ ગ્રાહકો ઉપર પડશે અસર ?