Mukesh Ambani આવ્યા કોરોના દર્દીઓની વ્હારે , જામનગરની રિફાઇનરીમાં Oxygen બનાવી ફ્રી માં સપ્લાય કરશે

|

Apr 16, 2021 | 9:19 AM

ઘણા રાજ્યોની સ્થિતિ કોરોના રોગચાળા વચ્ચે વણસી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન ( Oxygen ) સિલિન્ડર અને બેડની ભારે અછત છે. આ વચ્ચે બિલિનીયર મુકેશ અંબાણીએ સરકાર અને લોકોને મદદ કરવા માટે તેની ઓઇલ ફેક્ટરીમાં ઓક્સિજન બનાવવાનો નિર્ણય લીધો છે.

Mukesh Ambani આવ્યા કોરોના દર્દીઓની વ્હારે , જામનગરની રિફાઇનરીમાં Oxygen  બનાવી ફ્રી માં સપ્લાય કરશે
મુકેશ અંબાણી - ચેરમેન , રિલાયન્સ

Follow us on

ઘણા રાજ્યોની સ્થિતિ કોરોના રોગચાળા વચ્ચે વણસી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને બેડની ભારે અછત છે. આ વચ્ચે બિલિનીયર મુકેશ અંબાણી(mukesh ambani)એ સરકાર અને લોકોને મદદ કરવા માટે તેની ઓઇલ ફેક્ટરીમાં ઓક્સિજન બનાવવાનો નિર્ણય લીધો છે. જામનગરમાં રિલાયન્સમાં તેમની બે રિફાઇનરીઓ છે અને થોડો ફેરફારની મદદથી ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનને મેડિકલમાં વપરાતા ઓક્સિજન તરીકે બદલવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે આ ઓક્સિજન સિલિન્ડર મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પૂરા પાડવામાં આવશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ જામનગર ફેક્ટરીમાં ઓક્સિજન સિલિન્ડર ટ્રકમાં લોડ છે અને સપ્લાય માટે તૈયાર છે. માનવામાં આવે છે કે જામનગર રિફાઇનરીમાંથી 100 ટન ઓક્સિજન મફતમાં રાજ્યોમાં વિતરણ કરવામાં આવશે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યને રિલાયન્સ રિફાઇનરીમાંથી 100 ટન ઓક્સિજન મળી રહેલ છે. એક સૂત્ર મુજબ ટ્રક ભરેલી છે પરંતુ સ્થાનિક વહીવટ પર હિલચાલ પર પ્રતિબંધ હોવાને કારણે આ ટ્રક અટક્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચાર ડઝન ટ્રક અટક્યા છે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઓક્સિજનના અભાવ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર થઈ છે. ગુજરાતમાં પણ નવા કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હજી પણ ચાર ડઝનથી વધુ ટ્રક અટક્યા છે.

Next Article