મુકેશ અંબાણી SEBI ની દંડ ફ્ટકારવાની કાર્યવાહી વિરુદ્ધ અપીલ કરશે , નિયમોના ભંગના મામલે 25 કરોડનો દંડ કરાયો હતો

|

Apr 08, 2021 | 8:11 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries Ltd)ના ચેરમેન મુકેશ અંબાણી(mukesh ambani)સેબી દ્વારા અનિયમિતતા મામલે ફટકારવામાં આવેલા દંડ સામે અપીલ કરશે.

મુકેશ અંબાણી SEBI ની દંડ ફ્ટકારવાની કાર્યવાહી વિરુદ્ધ અપીલ કરશે  , નિયમોના ભંગના મામલે 25 કરોડનો દંડ કરાયો  હતો
Mukesh Ambani - Chairman, RIL

Follow us on

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries Ltd)ના ચેરમેન મુકેશ અંબાણી(mukesh ambani)સેબી દ્વારા અનિયમિતતા મામલે ફટકારવામાં આવેલા દંડ સામે અપીલ કરશે. આ માહિતી કંપનીએ આપી છે. સેબીએ અંબાણી પરિવારને બે દાયકા જુના કેસમાં દંડ ફટકાર્યો છે. વર્ષ 2000 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લગતા કેસમાં એક્વિઝિશનના નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે.

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, તેના નાના ભાઈ અનિલ અંબાણી અને અન્ય વ્યક્તિઓ અને એકમો પર કુલ 25 કરોડનો દંડ ફટકાર્યો છે. દંડ કરાયેલા અન્ય લોકોમાં નીતા અંબાણી, ટીના અંબાણી, કે ડી અંબાણી અને પરિવારના અન્ય સભ્યો શામેલ છે. નીતા મુકેશ અંબાણીના પત્ની છે જ્યારે ટીના અનિલ અંબાણીના પત્ની છે.

વર્ષ 2005 માં મુકેશ અને અનિલે છૂટા પડયા હતા
મુકેશ અને અનિલ 2005 માં ધંધા વહેંચીને અલગ થઈ ગયા હતા. ઓર્ડર મુજબ, આરઆઈએલના પ્રમોટરોએ 2000 માં કંપનીમાં 6.83 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. 1994 માં જારી કરાયેલા 3 કરોડ વોરંટને બદલીને આ સંપાદન કરવામાં આવ્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સેબી અનુસાર RILના પ્રમોટરોએ પીએસી સાથે મળીને 6.83ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો જેમાં નોન કન્વર્ટેબલ સુરક્ષિત ડિબેંચર્સને લગતા વોરંટને શેરમાં રૂપાંતરિત કરવાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. આ સંપાદન નિયમન હેઠળ નિર્ધારિત 5 ટકા મર્યાદાથી વધુ હતું.

Published On - 8:10 pm, Thu, 8 April 21

Next Article