જો તમે FDમાં રોકાણ કરવા માંગો છો તો થોડી રાહ જુઓ. આ રકમને હમણાં બચત ખાતા (SAVING ACCOUNT)માં જ રહેવા દો. કારણકે અત્યારે ટુંકા ગાળાની ફિક્સ ડિપોઝિટ (FIXED DEPOSIT) અને બચત ખાતાના વ્યાજ દરો (INTEREST RATE)માં કોઈ ખાસ અંતર નથી. કેટલીક બેંકો તો બચત ખાતા પર FD કરતાં વધારે વ્યાજ આપી રહી છે. હકીકતમાં વ્યાજ દરોમાં ઘટાડાનો સિલસિલો હવે થંભી ગયો છે. અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે તબક્કાવાર રીતે વ્યાજ દર વધારવાના સંકેત આપ્યા છે. જેનાથી દુનિયાભરમાં વ્યાજ દર વધવાનો સિલસિલો શરૂ થવાનો છે. આરબીઆઈએ પણ તે દિશામાં કવાયત તેજ કરી દીધી છે. અનુમાન છે કે દેશની તમામ બેંક જુદીજુદી ડિપોઝિટ પર વ્યાજ દર જલ્દી વધારશે.
હાલ દેશની સૌથી મોટી બેંક SBI જુદી જુદી ડિપોઝિટ પર વાર્ષિક 2.90 ટકાથી 5.40 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. જ્યારે બચત ખાતા પર આ દર 2.70 ટકા છે. જો તમારા બચત ખાતામાં 1 લાખ રૂપિયા છે તો હમણાં એક-બે મહિના તેને ત્યાં જ રહેવા દો. કારણ કે જો તમે એક લાખ રૂપિયાની 5 વર્ષની FD કરાવો છો તો 5.40 ટકાના દરે મેચ્યોરિટી પર 1,30, 760 રૂપિયા મળશે. જો વ્યાજ દર વધીને 6 ટકા પણ થઈ જાય તો 5 વર્ષમાં મેચ્યોરિટીની રકમ વધીને 1,34, 685 રૂપિયા થઈ જશે. આ રીતે તમને 3,925 રૂપિયાની વધુ કમાણી થશે. જો રોકાણની રકમ વધારે છે તો સ્વાભાવિક છે કે કમાણી પણ વધશે.
આ પણ જુઓ: આ રીતે મળી શકે છે સસ્તી લોન, વ્યાજ પેટે કરી શકો છો મોટી બચત
આ પણ જુઓ: સરકારને આપો લોન અને કરો કમાણી