Government Scheme: આ યોજનામાં મહિને માત્ર 55 રૂપિયા ભરો અને નિવૃત્તિ બાદ 36,000 હજાર રૂપિયાનું પેન્શન મેળવો

|

Jun 17, 2021 | 3:52 PM

Pradhan Mantri Shram Yogi Maandhan Yojana: આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું ભાવિ સુરક્ષિત છે અને આ યોજનામાં 45 લાખથી વધુ લોકો નોંધાયેલા છે. હવે 45 લાખથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

Government Scheme: આ યોજનામાં મહિને માત્ર 55 રૂપિયા ભરો અને નિવૃત્તિ બાદ 36,000 હજાર રૂપિયાનું પેન્શન મેળવો
નિવૃત્તિ બાદ 36,000 હજાર રૂપિયાનું પેન્શન મેળવો

Follow us on

કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધાન યોજના (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana) વિશે મહત્વની માહિતી આપી છે. સંતોષ ગંગવાર કહે છે કે, આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું ભાવિ સુરક્ષિત છે અને આ યોજનામાં 45 લાખથી વધુ લોકો નોંધાયેલા છે. હવે 45 લાખથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે લોકોને આ યોજના દ્વારા કેવી રીતે લાભ મળી રહ્યા છે અને યોજનામાં લોકોને શું ફાયદો છે.

સરળ ભાષામાં સમજો તો આ એક પેન્શન યોજના છે, જેના દ્વારા અસંગઠિત લોકોને પેન્શન આપવામાં આવશે. આ પેન્શન યોજનામાં 60 વર્ષથી ઉપરના લોકોને પેન્શન આપવામાં આવશે અને લોકોને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. આ માટે લોકોએ પ્રીમિયમ પણ ચૂકવવું પડે છે અને તે ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધાન યોજના

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મોદી સરકારની આ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના શ્રમિક લોકો માટે છે, જેને 36,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. 18 થી 40 વર્ષની વય જૂથના લોકો આ યોજનામાં જોડાઈ શકે છે અને યોજનામાં પ્રીમિયમ રકમ વયના આધારે નક્કી કરવામાં આવે છે. 36,000 રૂપિયા વાર્ષિક પેન્શન મહિને 3,000 રૂપિયાના દરે આપવામાં આવશે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

વય મુજબ પ્રીમિયમ છે

આ યોજનામાં વય મુજબ પેન્શન આપવામાં આવે છે અને જો તમે યોજનામાં મોડું રજિસ્ટ્રેશન કરો છો તો તમારે વધુ પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે. ઉદાહરણ તરીકે, જો તમે 18 વર્ષની ઉંમરે પેન્શન યોજના જમા કરવાનું શરૂ કરો છો, તો તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે, પરંતુ જો તમે 40 વર્ષની વયે શરૂ કરો છો, તો તમારે વધુ ચુકવણી કરવી પડશે.

કેટલું ચૂકવવાનું છે પ્રીમિયમ

જો તમે 18 વર્ષની વયે પેન્શન યોજનામાં શરૂઆત કરો છો, તો તમારે દર મહિને 55 રૂપિયા ફાળો આપવો પડશે. યોજનામાં પ્રીમિયમ 55 થી 200 રૂપિયા સુધીનું છે, જે વય અનુસાર નક્કી કરવામાં આવે છે. જો તમે 18 વર્ષની ઉંમર લેશો, તો વાર્ષિક ફાળો 660 રૂપિયા હશે. 42 વર્ષ સુધી આ રકમ ભર્યા બાદ કુલ રોકાણ રૂ. 27,720 થશે. તે જ રીતે 30 વર્ષ સુધીના લોકોએ 100 રૂપિયા ફાળવવા પડશે અને 40 વર્ષ સુધીના લોકોએ 200 રૂપિયાનું યોગદાન આપવું પડશે.

કોને મળે છે આ યોજનાનો લાભ

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધાન યોજનામાં નોંધણી માટે, નજીકના સીએસસી (CSC) કેન્દ્રમાં જવું પડશે અને નોંધણી કરાવી લેવી પડશે. ત્યારબાદ દર મહિને તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને નિવૃત્તિ માટે પૈસા જમા કરવામાં આવશે. ખાતાધારક દ્વારા જેટલું યોગદાન આપવામાં આવશે, સરકાર પણ તેટલો જ ફાળો આપશે. હાઉસકીપર્સ, ડ્રાઈવરો, મોચી, ટેલર, રીક્ષા ચાલકો, ઘરકામ કરતી મહિલાઓ અને ખેતમજૂરો આ યોજનાનો લાભ લઈ શકશે.

Next Article