MONEY9: મારુતિમાં માલામાલ થવાનો મોકો કે પછી ખાવો પડશે ધોખો?

|

Jul 11, 2022 | 8:17 PM

ભારતનાં ઑટોમોબાઈલ માર્કેટમાં મારુતિનું પ્રભુત્વ છે. દાયકાઓથી મારુતિએ દબદબો જાળવી રાખ્યો છે. જોકે, મારુતિનો શેર તેના રેકૉર્ડ લેવલથી ઘણો નીચે પહોંચી ગયો છે. તો શું મારુતિના શેર ખરીદવાનો આ યોગ્ય સમય છે?

MONEY9: મારુતિમાં માલામાલ થવાનો મોકો કે પછી ખાવો પડશે ધોખો?
Is Maruti better choice

Follow us on

MONEY9: મારુતિ (MARUTI)800 અંગે કદાચ નવી પેઢીને એટલી જાણકારી નહીં હોય, પરંતુ 30થી 35 વર્ષથી મોટી ઉંમરના લોકો આ ગાડી (CAR)નું મહત્વ સારી રીતે જાણતા હશે. તેમને ખબર જ હશે કે, સંજય ગાંધીએ ભારતની પ્રથમ આધુનિક કારના વિચાર સાથે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને મારુતિ કંપનીનો પાયો નાખ્યો હતો.

1983માં મારુતિ800 લૉન્ચ થઈ અને પછી તે ઑટોમોબાઈલ માર્કેટમાં આખા દેશનું ગૌરવ બની ગઈ. ત્યારથી લઈને છેક 2014માં જ્યાં સુધી તેને ફેઝ-આઉટ કરવામાં ન આવી ત્યાં સુધી આ સ્મોલ કારે પૂરપાટ વેગે પ્રગતિ કરી છે અને તેના જોરે મારુતિએ પણ પાછું વળીને જોયા વગર સફળતાના અનેક શિખર સર કર્યાં છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ કારને લીધે મારુતિએ ભારતનાં ઓટો માર્કેટમાં વર્ષોથી જે સ્થાન હાંસલ કર્યું છે, તેને કોઈ હલાવી શક્યું નથી. ઓટો માર્કેટમાં મારુતિનું પ્રભુત્વ ક્યારેય ઘટ્યું નથી. જોકે, છેક હવે, 2021-22માં મારુતિ સુઝુકી ઈન્ડિયાનો બજારહિસ્સો ઘટીને 43 ટકા થયો છે. એક અપવાદરૂપ વર્ષ પણ છે, જ્યારે 2013-14માં મારુતિનો બજારહિસ્સો ઘટીને 42 ટકાએ પહોંચી ગયો હતો. હવે, ઈન્વેસ્ટર્સના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, મારુતિના કાઉન્ટરમાં પ્રવેશવાનો શું આ યોગ્ય સમય છે? શું મારુતિના શેરમાં પહેલાંની જેમ હવે પણ કમાણી થશે કે પછી મારુતિના રસ્તામાં અનેક અડચણો આવશે? 

મારુતિના શેર પર નજર

તો ચાલો આ સવાલોનો જવાબ શોધીએ, પરંતુ પહેલાં જાણી લઈએ કે મારુતિના શેરની હાલત અત્યારે કેવી છે. મારુતિની 52-સપ્તાહની હાઈ 9,050 રૂપિયા છે. જોકે, તેનું સર્વોચ્ચ સ્તર 9,996.40 રૂપિયા છે, જે તેણે 2017ની 20 ડિસેમ્બરે હાંસલ કર્યું હતું. મારુતિનો શેર 8 માર્ચે ઘટીને 6,540એ પહોંચી ગયો હતો. 

મારુતિના શેરનો ઈતિહાસ ચકાસીએ તો એક વાત સ્પષ્ટ છે કે, તેણે રોકાણકારોને જબરજસ્ત વળતર આપ્યું છે અને અઢળક કમાણી કરાવી છે. મારુતિનો ઈશ્યૂ 2003માં આવ્યો ત્યારના ભાવથી અત્યાર સુધીના ભાવની સરખામણી કરીએ તો, 57 ગણો નફો થયો છે. જો રેકૉર્ડ હાઈ સાથે સરખામણી કરીએ તો, 80 ગણાથી પણ વધુ વળતર છૂટ્યું છે. એટલે કે, રોકાણકારોને માલામાલ બનાવવામાં મારુતિએ કોઈ કસર નથી રાખી. 

મારુતિએ કરાવી તગડી કમાણી 

વાસ્તવમાં તો, મારુતિના શેર ખરીદીને માલામાલ થવાની શરૂઆત, તેનો ઈશ્યૂ આવતાંની સાથે જ થઈ ગઈ હતી. 2003માં તેનો ઈશ્યૂ પ્રાઈસ 125 રૂપિયા હતો અને સરકારે આ ભાવે OFS દ્વારા IPOમાં પોતાનો 25 ટકા હિસ્સો વેચ્યો હતો. તે વખતે મારુતિનો ઈશ્યૂ 13 ગણો ઓવરસબ્સક્રાઈબ થયો હતો. 125 રુપિયાનો આ શેર 9 જુલાઈ, 2003ના રોજ લિસ્ટિંગના દિવસે જ 164 રૂપિયાએ બંધ આવ્યો, એટલે કે પહેલાં દિવસે જ મારુતિના ઈન્વેસ્ટર્સને 31.2 ટકા વળતરનો સ્વાદ ચાખવા મળ્યો. 2003ના જુલાઈમાં મારુતિએ શેરબજારમાં એન્ટ્રી લીધી અને વર્ષના અંત સુધીમાં તો ભાવ 375 રૂપિયાએ પહોંચી ગયો. જે તેના ઈશ્યૂ પ્રાઈસથી 3 ગણું વળતર દર્શાવે છે. 

મારુતિના શેરનું ભવિષ્ય 

આ તો થઈ ઈતિહાસની વાત પણ હવે આગામી દિવસોમાં આ શેરમાં શું થશે, તે સમજવા માટે મારુતિને કનડતી સમસ્યાઓ અને પોઝિટિવ ફેક્ટર્સ પર નજર નાખીએ. પહેલાં તો જાણીએ કે, મારુતિની તરફેણમાં કયા પરિબળો છે. એ તો જાણે કે, ખબર જ હશે કે, મારુતિ ભારતની સૌથી મોટો ઑટોમોબાઈલ કંપની છે. કંપની વર્ષે 15 લાખ કારનું ઉત્પાદન કરી શકે તેવા ચાર પ્લાન્ટ ધરાવે છે, આમાંથી ત્રણ પ્લાન્ટ ગુરુગ્રામમાં અને એક માનેસરમાં છે.

મારુતિની પેરન્ટ કંપની સુઝુકીએ ફેબ્રુઆરી-2017માં ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કર્યો હતો અને ત્યાંથી ઉત્પન્ન થયેલો માલ મારુતિને જ મળે છે. એટલે કે, કુલ પાંચ પ્લાન્ટ દ્વારા મારુતિ વર્ષે 22.5 લાખ યુનિટનું ઉત્પાદન કરવાની રાક્ષસી ક્ષમતા ધરાવે છે. હવે, મારુતિએ ઈલેક્ટ્રિક કાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપનીએ ચાલુ વર્ષા માર્ચમાં જ જાહેરાત કરી હતી કે, તે ગુજરાત પ્લાન્ટમાંથી 2025 સુધીમાં ઈલેક્ટ્રિક વ્હિકલ અને 2026 સુધીમાં બેટરીનું ઉત્પાદન કરવા માટે 10,440 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મારુતિએ 14 મે,2022ના રોજ સોનીપત પ્લાન્ટના પ્રથમ તબક્કામાં 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. 

વેચાણના આંકડા

તેના વેચાણના આંકડા પર પણ નજર નાખીએ. મારુતિના કુલ વેચાણમાં પેસેન્જર વ્હિકલનો હિસ્સો 84 ટકા, કૉમર્શિયલ વ્હિકલનો હિસ્સો 2 ટકા અને નિકાસનો હિસ્સો 14 ટકા છે. તેના ત્રિમાસિક વેચાણના આંકડા પણ જોઈ લઈએ. એ પણ સમજીએ કે, આગામી દિવસોમાં એવા કયા ટ્રિગર્સ છે, જે કંપનીના બિઝનેસ અને શેરને ઉપર લઈ જશે.

મારુતિ સામેના પડકારો

કંપની સામે ઈલેક્ટ્રિક વ્હિકલ તરફ શિફ્ટ થવાનો એક મોટો પડકાર છે. આ મોરચે ટાટા મોટર્સ આગળ નીકળી ગઈ છે અને મારુતિ પાછળ રહી ગઈ છે. હવે મારુતિની ફાયનાન્સિયલ કંડિશનની સરખામણી હરીફ ઓટો કંપનીઓ સાથે પણ કરી લઈએ. ઈક્વિટી પર રિટર્નની વાત આવે તો મહિન્દ્રા અને ટાટા કરતાં મારુતિ ઘણી આગળ છે. આવી જ રીતે, પ્રોફિટ ગ્રોથના મોરચે પણ મારુતિની સ્થિતિ હરીફો કરતાં ઘણી સારી છે. મારુતિના માથે ઋણ પણ ઓછું છે. 

બ્રોકરેજ કંપનીઓનો મત

આપણે મારુતિના બધા આંકડા અને ગણિત સમજી લીધું અને તેના બિઝનેસનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું, પરંતુ મુદ્દાની વાત તો એ છે કે, તેના શેર અંગે બ્રોકરેજ કંપનીઓનો શું મત છે? તો ભાઈ, બ્રોકરેજ હાઉસિસ તો મારુતિના શેર માટે બુલિશ વ્યૂ ધરાવે છે. ઘણા બ્રોકરેજ હાઉસે મારુતિના શેર માટે 10,000 રૂપિયાથી ઉપરનો ટાર્ગેટ નક્કી કર્યો છે, એટલે કે, વર્તમાન ભાવે રોકાણકારોને આમાં કમાણીની એક સારી તક મળી શકે છે. 

ઓટો સેક્ટર અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે અને સેમિકન્ડક્ટરની અછત એક મોટો પડકાર છે. મારુતિએ આ પડકારનો સામનો કરવાની સાથે સાથે હરીફો તરફથી મળી રહેલી તગડી સ્પર્ધાનો પણ સામનો કરવો પડશે. જોકે, મારુતિએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ઝડપભેર નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. હવે, આ નિર્ણયો ધારી અસર પાડવામાં કેટલા સફળ થાય છે, તે તો આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે અને મારુતિના શેરનું પ્રદર્શન પણ તેના આધારે નક્કી થશે.

Next Article