MONEY9: બેન્કો શા માટે વધારી રહી છે FDના ઈન્ટરેસ્ટ રેટ?

|

Jul 08, 2022 | 9:39 AM

છેલ્લાં ચારેક વર્ષથી તો FDના વ્યાજના દર સાવ તળિયે પહોંચી ગયા હતા. જોકે, ફરી FDના રેટ વધવાનું શરૂ થઈ ગયું છે અને કદાચ એકાદ વર્ષમાં FD પર 8થી 9 ટકા વ્યાજ મળતું હોય તેવી પણ શક્યતા છે.

MONEY9: બેન્કો શા માટે વધારી રહી છે FDના ઈન્ટરેસ્ટ રેટ?
FD interest rates upwards

Follow us on

MONEY9: કોરોના મહામારી ત્રાટકી તેની પહેલાં જો કોઈ એમ કહેતું કે, મોંઘવારીને મહાત કરવી હોય તો બેન્કની ફિક્સ્ડ ડિપૉઝિટ એટલે કે FDમાં પૈસા રોકો, તો આ વાત બકવાસ લાગતી હતી, પરંતુ કોરોનાનો મરણતોલ ફટકો અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આ વાત હવે સત્ય પુરવાર થઈ રહી છે. 

આર્થિક નિષ્ણાતોનો મત

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કમરતોડ અને રેકોર્ડતોડ મોંઘવારીના માતેલા સાંઢને કાબૂમાં લેવા માટે RBIએ ચાવીરૂપ વ્યાજદરોમાં 0.90 ટકાનો વધારો કર્યો છે. બે વખત કરેલા વધારા બાદ હવે રેપો રેટ 4.90 ટકાએ પહોંચ્યો છે. આ પગલાં બાદ મોટા ભાગનાં આર્થિક નિષ્ણાતોને લાગે છે કે, ભારતીય મધ્યસ્થ બેન્ક વ્યાજના દરમાં હજુ પણ વધારો કરશે અને આગામી નાણાકીય વર્ષ સુધીમાં રેપો રેટ વધારીને 5.75 ટકાથી 6.25 ટકાની રેન્જમાં પહોંચાડવામાં આવશે. 

બૉન્ડ યીલ્ડ શું સંકેત આપે છે?

વ્યાજના દરમાં વૃદ્ધિની આ શક્યતા બૉન્ડ યીલ્ડમાં સ્પષ્ટરૂપે દેખાઈ રહી છે. બૉન્ડ યીલ્ડ એટલે એ દર જેના પર કેન્દ્ર અને રાજ્યોની સરકારોને મૂડીબજારમાંથી ઋણ મળે છે. ભારતમાં અત્યારે દસવર્ષીય બૉન્ડ યીલ્ડ 7.5 ટકાની આસપાસ છે, જે માર્ચ 2019 પછીનું સર્વોચ્ચ સ્તર છે. આથી, ચોખ્ખી દીવા જેવી વાત છે કે, તમામ પ્રકારનાં ઋણ હજુ પણ મોંઘા થશે અને આગામી દિવસોમાં લોનધારકોએ વધારે વ્યાજ ભરવા માટે તૈયાર રહેવું પડશે. 

બેન્કોએ વધાર્યાં FDના વ્યાજ દર

જોકે, તેની સાથે સાથે એક રાહતની વાત એ છે કે, FDમાં રોકાણ કરનારા લોકો માટે અચ્છે દિન આવવાના છે, કારણ કે, RBIએ રેપો રેટ વધાર્યા, ત્યારપછી તમામ બેન્કોએ FDના વ્યાજદર વધારવાનું શરૂ કરી દીધું છે. વિવિધ બેન્કોના FDના રેટ હવે વધીને 5.75થી 6.50 ટકાની રેન્જમાં પહોંચી ગયા છે. આ દર રેપો રેટ કરતાં 1.6 ટકા વધારે છે. FDના રિટર્નનું આ સ્તર છેલ્લાં લગભગ 4 વર્ષમાં સૌથી વધુ છે.  

FD અને રેપો રેટ વચ્ચેનું અંતર

જો ઈકોનોમીસ્ટના અંદાજ અનુસાર, RBI રેપો કેટ વધારીને 5.75થી 6.25 ટકાની રેન્જમાં લઈ જશે, તો FDનો ઈન્ટરેસ્ટ રેટ 8 ટકા થવાનું નક્કી છે, જે છેલ્લાં 7 વર્ષમાં સૌથી વધુ હશે. અત્યાર સુધીના આંકડા જોઈએ તો, FDનો વ્યાજદર રેપો રેટ કરતાં સવા ટકાથી પોણા બે ટકા વધારે હોય છે. RBIના આંકડા અનુસાર, 2015ના ઓક્ટોબરમાં બેન્કોની FD પર સરેરાશ 8 ટકાથી વધારે વ્યાજ મળતું હતું.   

ફ્લૉટિંગ રેટ FD

આમ, તમામ આંકડા એક જ દિશા તરફ આંગળી ચીંધી રહ્યાં છે કે, વ્યાજદરમાં વૃદ્ધિનો ટ્રેન્ડ જળવાઈ રહેશે. એટલા માટે જ, રોકાણકારો લાંબા ગાળાની FDમાં રોકાણ કરવાનું ટાળી રહ્યાં છે. આવી સ્થિતિમાં રોકાણકારોને આકર્ષવા માટે ખાનગી ક્ષેત્રની યસ બેન્કે ફ્લૉટિંગ FD નામની નવી સ્કીમ પણ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ યસ બેન્ક દોઢ વર્ષથી ત્રણ વર્ષની FD પર 6.50 ટકા વ્યાજ ઑફર કરી રહી છે. બેન્કે રેપો રેટમાં 1.6 ટકા ઉમેરીને તેની FDનો આ રેટ નક્કી કર્યો છે. રેપો રેટ સાથે જોડાયેલી ફ્લૉટિંગ રેટની FD પણ હોમલોન અને ઑટો લોનની જેમ જ કામ કરશે. એટલે કે, જો રેપો રેટ વધશે તો, FDનું રિટર્ન પણ વધશે. આ FDમાં રોકાણ માટે રોકાણકારે કાગળિયા ભરવાની કોઈ માથાકૂટ પણ કરવાની નથી, જો રેપો રેટમાં ઘટાડો થશે તો FDનું રિટર્ન પણ આપોઆપ ઘટી જશે. 

FDના ઈન્ટરેસ્ટ રેટ 8% થશે?

જો અર્થશાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે, RBI દ્વારા રેપો રેટ 6.25 ટકાએ પહોંચાડવામાં આવશે, તો યસ બેન્કની દોઢથી ત્રણ વર્ષની FDનો ઈન્ટરેસ્ટ રેટ 7.85 ટકા થઈ જશે. મોટા ભાગની બેન્ક સીનિયર સીટિઝનને અડધો ટકા વધુ વ્યાજ આપતી હોય છે ત્યારે હવે એ દિવસો પણ દૂર નથી જ્યારે બેન્ક FDમાં 8 ટકાથી વધુ વ્યાજ મળતું હશે.

Next Article