Model Tenancy Act : મકાનમાલિક કે ભાડુઆત , અધિનિયમ કોને કરાવશે લાભ ? જાણો વિગતવાર

|

Jun 03, 2021 | 7:57 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 'મોડેલ ટેનન્સી એક્ટ'(model tenancy act) ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

Model Tenancy Act : મકાનમાલિક  કે ભાડુઆત , અધિનિયમ કોને કરાવશે લાભ ? જાણો વિગતવાર
Model Tenancy Act

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ‘મોડેલ ટેનન્સી એક્ટ'(model tenancy act) ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું કે આ પગલું દેશભરમાં રહેણાંક ભાડા કાનૂની માળખાને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરશે.

મોડેલ ટેનન્સી એક્ટનો મુસદ્દો હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાંઆવશે. નવો કાયદો બનાવીને અથવા હાલના ભાડૂઆત કાયદામાં યોગ્ય સુધારો કરીને તેનો અમલ કરવામાં આવી શકે છે. સરકારનું કહેવું છે કે મોડેલ ટેનન્સી એક્ટ અગ્રગામી પ્રભાવથી અમલમાં આવશે અને હાલની વ્યવસ્થાને અસર કરશે નહીં. ભાડુ અને અવધિની નિર્ધારણ માલિક અને ભાડૂઆતની પરસ્પર સંમતિ દ્વારા નક્કી કરવામાં આવશે. જાણો આ અધિનિયમને લગતી મુખ્ય બાબતો

>> આ કાયદા હેઠળ રહેણાંક જગ્યા માટેના ભાડૂઆતોએ મહત્તમ બે મહિનાના સમયગાળા માટે ભાડા તરીકે ડિપોઝીટ ચૂકવવી પડશે. વ્યવસાયિક સંપત્તિના કિસ્સામાં છ મહિનાનું ભાડુ જમા કરવુ પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

>> કાયદામાં તમામ નવા ભાડાના સંદર્ભમાં લેખિત કરારની જોગવાઈ છે જે સંબંધિત જિલ્લા ભાડા અધિકારીને રજૂ કરવાની રહેશે.

>> એક્ટની જોગવાઈઓમાં જણાવાયું છે કે મિલકતનો માલિક અથવા મેનેજર ભાડા હેઠળના પરિસરમાં આવશ્યક પુરવઠો અટકાવશે નહીં.

>> બંને પક્ષો વચ્ચે લેખિત સંમતિ થઇ હોય તે તે સંજોગોમાં ભાડૂઆતને બહાર કાઢી શકશે નહીં. શરત છે કે સંમતિ લિખિતમાં થયેલી હોવી જોઈએ

>> જો કરારમાં સ્પષ્ટ કરેલ ન હોય તો મકાનમાલિક ભાડૂઆત દ્વારા મકાનને થયેલા નુકસાન, માળખાકીય સમારકામ, ટ્યુબવેલ અને તેના પાઇપ્સ, પેઇન્ટ વગેરે બદલવાની પ્રવૃત્તિઓ માટે જવાબદાર રહેશે

>> સરકારનું કહેવું છે કે આનાથી દેશભરમાં મકાનો ભાડે આપવા માટેના કાનૂની માળખાને સુવ્યવસ્થિત કરવામાં મદદ મળશે સાથે આ ક્ષેત્રના વધુ વિકાસ માટે માર્ગ મોકળો થશે.

>> તમામ આવક જૂથના લોકો માટે ભાડે રહેણાંક મકાનોના પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં મદદ મળશે અને બેઘર થવાની સમસ્યા હલ થશે.

>> આ સાથે ખાલી મકાનો ભાડા પર ઉપલબ્ધ કરી શકાશે. મોડેલ ટેનન્સી એક્ટ રહેણાંક ભાડા પ્રણાલીને સંસ્થાકીય બનાવવામાં મદદ કરશે.

>> સરકારને આશા છે કે આના દ્વારા ભાડા બજારને વ્યવસાય તરીકે વિકસાવવામાં ખાનગી ભાગીદારીમાં વધારો થશે જેથી રહેણાંક મકાનોની અછતને પહોંચી વળી શકાશે.

 

Next Article