Pan Card માં રહેલી ભૂલ પડી શકે છે ભારે, આ રીતે ઘરે બેઠા કરો સુધારો

|

Jun 06, 2021 | 5:55 PM

Pan Card એ ભારતના આવકવેરા વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ(Document) છે.Pan Card ના આધારે આપેલી માહિતીનો વધુ ઉપયોગ થાય છે. જો પાનકાર્ડમાં આપેલી માહિતીમાં કોઈ ભૂલ હોય તો અથવા જો તમે તેમને સુધારવા માંગતા હોવ  તો તમે ઘરે બેઠા  આ કામ કરી શકો છો.

Pan Card માં રહેલી ભૂલ પડી શકે છે ભારે, આ રીતે ઘરે બેઠા કરો સુધારો
PAN Card: પ્રતિકાત્મક ફોટો

Follow us on

Pan Card એ ભારતના આવકવેરા વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ(Document) છે. પાન કાર્ડ નાણાં સંબંધિત ઘણા મહત્વપૂર્ણ વ્યવહારોમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ(Document) તરીકે ઉપયોગમાં લેવાય છે. અનેક કિસ્સામાં આ દસ્તાવેજ(Document)ના આધારે ટ્રાન્ઝેક્શનના નિર્ણય લેવામાં આવે છે. તેવા સમયે તે જરૂરી છે કે તમારા પાનકાર્ડની વિગતો યોગ્ય હોવી જોઇએ. તેમજ જો વિગતો ખોટી હશે તો તમને નુકસાન પણ ભોગવવું પડી શકે છે.

Pan Card માં તમારું નામ, માતાપિતાનું નામ, જન્મ તારીખ, સહી જેવી માહિતી હોય છે. આ સાથે ફોટો ઓળખ કાર્ડ તરીકે પણ ઉપયોગ આવે છે. Pan Card ના આધારે આપેલી માહિતીનો વધુ ઉપયોગ થાય છે. જો પાનકાર્ડમાં આપેલી માહિતીમાં કોઈ ભૂલ હોય તો અથવા જો તમે તેમને સુધારવા માંગતા હોવ  તો  તમે ઘરે બેઠા  આ કામ કરી શકો છો.

Pan Cardની વિગતો કેવી રીતે સુધારવી
સૌ પ્રથમ ટેક્સ ઇન્ફર્મેશન નેટવર્ક-એનએસડીએલની સાઇટની મુલાકાત લો https://www.tin-nsdl.com/
પછી સેવા(Service) સેકશનમાં PAN પર ક્લિક કરો
PAN પર Apply Online ની મુલાકાત લો
Apply Online માં Change/Correction In Pan Data પર જાઓ અને Apply પર ક્લિક કરો.
આપેલ સૂચનોના આધારે બદલવાની વિગતો ભરો અને સબમિટ કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો, ઓળખના પુરાવા જેવા દસ્તાવેજો નવા પૃષ્ઠ પર અપલોડ કરવા પડશે. તેની બાદ તમારો ફોટો અપલોડ કરો અને સાઇન કરો. બધું થઈ ગયા પછી રી-વેરીફિકેશનના ફોર્મની વિગતો જુઓ. તેને ફરી તપાસો અને તમે નાંખેલી બધી માહિતી સાચી છે. તેની બાદ ફી ચૂકવો.

કેટલી ફી ચૂકવવી પડશે ?

જો તમારું સરનામું ભારતનું છે, તો Pan Card કરેક્શન માટે 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે. jજ્યારે  જે લોકોનું સરનામું ભારતની બહારનું  છે, તેઓએ 1011 રૂપિયા ફી ચૂકવવી પડશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને ડિમાન્ડ ડ્રાફ્ટ જેવા ચુકવણી માટે વિવિધ વિકલ્પો છે. ચુકવણી પછી રસીદની એક પ્રિંટ આઉટ લેવી હિતાવહ છે.

Published On - 5:54 pm, Sun, 6 June 21

Next Article