રજનીકાંત સ્ટાઇલમાં ડોલી વેચે છે ચા, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પણ થઇ ગયા ફિદા, જુઓ વીડિયો
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ભારતની મુલાકાતે છે અને ગેટ્સે ડોલી ચાયવાલા દ્વારા સંચાલિત ચાના સ્ટોલ પર ચા પીતાનો એક મજાનો વીડિયો શેર કર્યો હતો.

Dolly Chaiwala Story: માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ભારતની મુલાકાતે છે અને તેમનો આગામી સ્ટોપ શું અને ક્યાં હશે તે અંગે સમગ્ર દેશ વાત કરી રહ્યો છે. બુધવારે, ગેટ્સે ડોલી ચાયવાલા દ્વારા સંચાલિત ચાના સ્ટોલ પર ચા પીતાનો એક મજાનો વીડિયો શેર કર્યો હતો.વીડિયો શેર કરતી વખતે તેણે કહ્યું કે ‘તમે ભારતમાં દરેક જગ્યાએ નવીનતા શોધી શકો છો’.અત્યારે ભારતની મુલાકાતે આવેલા અમેરિકન બિઝનેસમેને આ વીડિયો પોસ્ટ કર્યો કે તરત જ તે વાયરલ થઈ ગયો.
અબજોપતિ ઉદ્યોગપતિ બિલ ગેટ્સ દ્વારા વખાણ કરવામાં આવેલ ચા વેચનાર ચા બનાવવાની તેમની ખાસ શૈલી અને તેના સ્વાદ બંને માટે દેશમાં પ્રખ્યાત થઇ ગયો છે. નાગપુરમાં રહેતા આ વ્યક્તિની સમગ્ર દેશમાં ડોલી ચાયવાલા તરીકે ઓળખાય બની ગઇ છે.આજે અમે ડોલી ચાયવાલા વિશે તમામ માહિતી જણાવશું.
View this post on Instagram
આ ચા વેચનારની સ્ટાઇલ છે જોરદાર
મહારાષ્ટ્રના મહત્વના શહેર નાગપુરમાં ડોલી ચાયવાલા એક અલગ જ ઓળખ ધરાવે છે. આ વ્યક્તિએ 10મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો અને છેલ્લા 16 વર્ષથી નાગપુરના સિવિલ લાઈન્સ પાસે ચાની દુકાન ચલાવે છે. જે પણ ડોલીના ટી સ્ટોલ પર ચા પીવા આવે છે તે તેની સ્ટાઈલ અને સ્વાદ બંનેનો ચાહક બની જાય છે.
ડોલી પોતાની ટપરી પર રજનીકાંતની સ્ટાઈલમાં ગ્રાહકોને ચા પીરસે છે. આટલું જ નહીં, ડોલી ગ્રાહકોનું અનોખી રીતે સ્વાગત પણ કરે છે જેના કારણે દરેક તેના દિવાના બની જાય છે. બિલ ગેટ્સ પોતે પણ ડોલીના આ અંદાજથી ફિદા થઇ ગયા હતા.
ડોલી ચાયવાલા તેના આ નાના ટી સ્ટોલમાંથી સારી કમાણી કરે છે. ડોલીની શૈલી અને સ્વાદથી ઘણી હસ્તીઓ પ્રભાવિત થઈ છે. સોશિયલ મીડિયા પર ડોલી ચાયવાલા વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.