MF Nominee Deadline : મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સાવધાન! જો આ કામ બે અઠવાડિયામાં નહીં કરો તો મોટું નુકસાન થશે

જો તમે મ્યુચ્યુઅલ ફંડ(mutual fund)માં રોકાણ કરો છો, તો સેબી(SEBI) તમને તેના માટે નોમિનેશન(MF Nomination) માટે વારંવાર  કહી રહ્યું છે પરંતુ હવે તેની છેલ્લી તારીખ સપ્ટેમ્બર મહીનાના અંત સાથે નજીક આવીરહી(MF Nomination Last Date) છે. હવે તમારી પાસે ઉમેદવારી નોંધાવવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય છે.

MF Nominee Deadline : મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સાવધાન! જો આ કામ બે અઠવાડિયામાં નહીં કરો તો મોટું નુકસાન થશે
| Edited By: | Updated on: Sep 16, 2023 | 6:01 AM

જો તમે મ્યુચ્યુઅલ ફંડ(mutual fund)માં રોકાણ કરો છો, તો સેબી(SEBI) તમને તેના માટે નોમિનેશન(MF Nomination) માટે વારંવાર  કહી રહ્યું છે પરંતુ હવે તેની છેલ્લી તારીખ સપ્ટેમ્બર મહીનાના અંત સાથે નજીક આવીરહી(MF Nomination Last Date) છે. હવે તમારી પાસે ઉમેદવારી નોંધાવવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય છે.

આ અગાઉ તેની સમયમર્યાદા 31 માર્ચે પૂરી થઈ રહી હતી. પરંતુ બજાર નિયામક સેબીએ તેની સમયમર્યાદા લંબાવી હતી. હવે પણ જો કોઈ નોમિનેશન ફાઈલ નહીં કરે તો તેનાથી રોકાણકારોને મોટું નુકસાન થઈ શકે છે.જો કોઈ રોકાણકાર નોમિનેશન ફાઇલ નહીં કરે તો તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. આ કારણે તે પોતાના ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહીં.

આ પણ વાંચો : Sabka Sapna Money Money: મહિને 1000 રુપિયાનું SIPમાં રોકાણ કરવાથી 5, 10, 15 અને 20 વર્ષમાં મળશે આટલુ રિટર્ન,જાણો કેટલા વર્ષ રોકાણ કરશો

ફંડ ટ્રાન્સફરમાં કોઈ સમસ્યા નહીં થાય

સેબીએ નોમિનેશન ફાઇલિંગ ફરજિયાત બનાવ્યું છે કારણ કે કોઈપણ પરિસ્થિતિમાં, જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર સ્કીમની પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં તેની સંપત્તિ અન્ય કોઈને ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

આ પણ વાંચો :  Sovereign Gold Bond : સોવરિન ગોલ્ડ બોન્ડે રોકાણકારોને કર્યા માલામાલ, જાણો છેલ્લા 2.5 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું

આ રીતે નોમિનેશન ફાઇલ કરો

  1. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોમિનેશન કરી શકો છો.
  2. ઓનલાઈન નોમિનેશન ફાઈલ કરવા માટે, તમારે મ્યુચ્યુઅલ ફંડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
  3. અહીં તમને Add Nominee નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો અને નોમિનેશન ફાઇલિંગ પૂર્ણ કરો.

આ પણ વાંચો : Mumbai માં સૌથી મોટી Land Deal ના કારણે Shilpa Shetty ના રેસ્ટોરન્ટને તાળા લાગ્યા, જાણીતી ટેક્સટાઇલ મિલ પર આ અસર પડશે

નોમિની નહીં  રાખવાનો વિકલ્પ પણ છે

જો તમે પહેલાથી જ તમારું નોમિનેશન ફાઇલ કર્યું છે તો તમારે ફરીથી ફાઇલ કરવાની જરૂર નથી. ઉપરાંત, જેઓ નોમિની ઉમેરવા માંગતા નથી તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં એકમોને ફ્રીઝ થતા અટકાવવા માટે નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો