Meta Layoffs : ફેસબુક છીનવી લેશે 10000 લોકોની નોકરી ! Instagram થી લઇને WhatsApp સુધી થશે છટણી
Facebook Layoffs: મેટાના ઘણા વિભાગો છટણીથી પ્રભાવિત થશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ઉપરાંત રિયાલિટી લેબ જેવા વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવી પડશે.

Facebook ની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર તેના કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. હાલમાં લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરવાના અહેવાલ છે. માર્ચ 2023 માં, Meta CEO માર્ક ઝુકબર્ગે 10,000 લોકોની છટણીની જાહેરાત કરી. હવે કંપની એ જ પગલે આગળ વધી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને રિયાલિટી લેબમાં કામ કરતા કર્મચારીઓને છટણીનો સામનો કરવો પડશે. મેટાએ પહેલાથી જ 11,000 લોકોની નોકરી સમાપ્ત કરી દીધી છે.
ઝકરબર્ગ ઈચ્છે છે કે કંપનીના પ્રદર્શનમાં સુધારો કરવા માટે ટીમના કદમાં ફેરફાર કરવો જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને, મેટા હજારો લોકોની રોજગાર છીનવવા તરફ આગળ વધી રહી છે.માર્ચમાં ઝકરબર્ગે ખર્ચ ઘટાડવા માટે લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરવા જઇ રહ્યુ છે. આવી સ્થિતિમાં, એક અંદાજ છે કે આ છટણીમાં આ 10,000 લોકો તેમની નોકરી ગુમાવશે.
કંપનીએ સંચાલકોને આદેશ આપ્યો
જણાવી દઈએ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મેટાની માલિકીનું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર બુધવારે કંપનીએ મેનેજરોને જોબ કટ મેમો તૈયાર કરવા કહ્યું છે. આ ત્રણ સોશિયલ મીડિયા કંપનીઓ ઉપરાંત, રિયાલિટી લેબનો પણ સમાવેશ કરી શકાય છે જે વર્ચ્યુઅલ રિયાલિટી પર આધારિત એક વિભાગ છે.
તમામ ટીમને ફરીથી ગોઠવવામાં આવશે
મેનેજરોને મોકલવામાં આવેલા મેમોમાં કંપની ઇચ્છે છે કે આખી ટીમ શરૂઆતથી તૈયાર રહે. જે કર્મચારીઓ બચી જશે તેમને નવા મેનેજર હેઠળ મૂકવામાં આવશે. આ સિવાય મેટા બુધવારે ઉત્તર અમેરિકાના કર્મચારીઓ સાથે વર્ક-ફ્રોમ-હોમ વાત કરી શકે છે, જેથી કંપનીને થોડો સમય મળે.
11,000 લોકોની છટણી કરી હતી
મેટાએ નવેમ્બર 2022માં પ્રથમ મોટી છટણી કરી હતી. તે દરમિયાન કંપનીએ 11,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ કારણે મેટાના કર્મચારીઓની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, હવે 10,000 લોકોની છટણી કરવામાં આવી રહી છે. અમેરિકન ટેક ફર્મે પણ પ્રથમ ક્વાર્ટરમાં નવી ભરતી પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…