મેકડોનાલ્ડ યુક્રેનમાં ફરીથી ખોલશે રેસ્ટોરન્ટ, યુદ્ધને કારણે છ મહિના પહેલા થયુ હતુ બંધ

|

Aug 11, 2022 | 11:57 PM

મેકડોનાલ્ડ્સ (McDonald's) આગામી મહિનાઓમાં યુક્રેનમાં (Ukraine) તેની રેસ્ટોરન્ટ્સ ફરીથી ખોલવાનું શરૂ કરશે. યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની સ્થિતિ અમુક અંશે સામાન્ય થયા બાદ અને રશિયા સાથેનો વેપાર પાછો ખેંચી લીધા બાદ કંપનીએ આ જાહેરાત કરી હતી.

મેકડોનાલ્ડ યુક્રેનમાં ફરીથી ખોલશે રેસ્ટોરન્ટ, યુદ્ધને કારણે છ મહિના પહેલા થયુ હતુ બંધ
McDonald's (Symbolic image)

Follow us on

અમેરિકન ફાસ્ટ-ફૂડ જાયન્ટ મેકડોનાલ્ડ ( McDonald’s ) આગામી મહિનાઓમાં યુક્રેનમાં તેની રેસ્ટોરન્ટ્સ ફરીથી ખોલવાનું શરૂ કરશે. યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની (Ukraine) સ્થિતિ અમુક અંશે સામાન્ય થયા બાદ અને રશિયા સાથેનો વેપાર પાછો ખેંચી લીધા બાદ કંપનીએ આ જાહેરાત કરી હતી. મેકડોનાલ્ડ્સે છ મહિના પહેલા રશિયન હુમલા બાદ યુક્રેનમાં તેની રેસ્ટોરન્ટ બંધ કરી દીધી હતી. પરંતુ, તે દેશમાં તેના 10,000 કર્મચારીઓને પગાર ચૂકવતી હતી.

કેટલીક રેસ્ટોરન્ટ તબક્કાવાર ખુલશે

મેકડોનાલ્ડ્સે ગુરુવારે જણાવ્યું હતું કે તે યુક્રેનની રાજધાની કિવ અને દેશના પશ્ચિમ ભાગમાં તેની કેટલીક રેસ્ટોરન્ટ્સને તબક્કાવાર રીતે ખોલશે, જ્યાં અન્ય કંપનીઓએ યુદ્ધ ફાટી નીકળ્યા પછી કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી. એપેરલ કંપની ઝારા અને મેંગોના કિવમાં આઉટલેટ છે. ઇન્ટરનેશનલ માર્કેટિંગના મેકડોનાલ્ડના કોર્પોરેટ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પોલ પોમરોયે કર્મચારીઓને સંદેશમાં જણાવ્યું હતું કે તેમણે તેમના કર્મચારીઓ સાથે વિગતવાર વાત કરી છે, જેમણે કામ પર પાછા ફરવાની અને યુક્રેનમાં અમારી રેસ્ટોરન્ટ ફરીથી ખોલવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પોમરોયે કહ્યું કે આ એક નાનું પરંતુ સામાન્ય સ્થિતિ તરફનું મહત્વનું પગલું છે.

મેકડોનાલ્ડ્સની યુક્રેનમાં કુલ 109 રેસ્ટોરન્ટ

મેકડોનાલ્ડ્સની યુક્રેનમાં 109 રેસ્ટોરન્ટ છે. પરંતુ, કંપનીએ એ નથી જણાવ્યું કે તે કેટલા આઉટલેટ્સ ખોલશે. યુક્રેનની અર્થવ્યવસ્થાને યુદ્ધથી ભારે નુકસાન થયું છે અને મર્યાદિત ક્ષમતામાં વ્યવસાયો ફરીથી ખોલવાથી દેશને મદદ મળશે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)નો અંદાજ છે કે યુક્રેનની અર્થવ્યવસ્થામાં આ વર્ષે 35 ટકા કમી થશે. યુદ્ધના વિરોધમાં મેકડોનાલ્ડ્સે રશિયામાં તેની 850 રેસ્ટોરન્ટ વેચીને બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં એક મહિલાને પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી બર્ગર ખાવું મોંઘુ પડી ગયું છે. હકીકતમાં મહિલાએ પોતાની ભૂખ સંતોષવા માટે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાંથી બર્ગર મંગાવ્યો હતો. આ પછી જેવી મહિલાએ બર્ગર ખાવાનું શરૂ કર્યું તો તેમાં એક મૃત ગરોળી મળી આવી. પેરિસમાં મેકડોનાલ્ડની બ્રાન્ચમાં આ મામલો સામે આવ્યો છે. જો કે હજુ સુધી મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ, આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસના અહેવાલો અનુસાર, મહિલાએ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Next Article