Petrol-Diesel Price Today : 16 દિવસમાં ઇંધણ 10 રૂપિયા મોંઘુ થયા બાદ આજે કિંમતોની શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા

|

Apr 08, 2022 | 7:13 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : 16 દિવસમાં ઇંધણ 10 રૂપિયા મોંઘુ થયા બાદ આજે કિંમતોની શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા
Petrol Diesel Price Today

Follow us on

Petrol-Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ 22 માર્ચથી અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે આજે શુક્રવારે સતત બીજા દિવસે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઇલ કંપનીઓએ શુક્રવારે પણ રાજધાની દિલ્હી સહિત દેશના ચારેય મહાનગરો અને અમદાવાદ(Ahmedabad ) , વડોદરા(Vadodara) , સુરત(Surat) અને રાજકોટ(Rajkot) સહિતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હજુ પણ 105.41 રૂપિયા પર યથાવત છે જ્યારે મુંબઈમાં તે 120.51 રૂપિયામાં વેચાઈ રહી છે. અગાઉ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 100 ડોલરથી ઉપર ગયા પછી તેલ કંપનીઓએ તેમની ખોટની ભરપાઈ કરવા માટે કિંમતોમાં વધારો કર્યો હતો અને 16 માંથી 14 દિવસ સુધી કિંમતોમાં વધારો કર્યો હતો.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું એ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો કેમ?
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી

આ પણ વાંચો :  Tata Neu Super App : TATA એ લોન્ચ કરી પોતાની સુપર એપ, જાણો તેની વિશેષતા

 

આ પણ વાંચો :  આજે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝના IPOની ફાળવણી થઇ શકે છે, જાણો કેવી રીતે ચેક કરવું ઓનલાઇન સ્ટેટસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Next Article