Petrol Diesel Price Today : એક્સાઈઝ ડ્યુટીમાં રાહતથી તમારા વાહનનું ઇંધણ સસ્તું થયું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?

|

May 23, 2022 | 7:07 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : એક્સાઈઝ ડ્યુટીમાં રાહતથી તમારા વાહનનું ઇંધણ સસ્તું થયું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલની કિંમત શું છે?
Petrol-Diesel Price Today

Follow us on

મોંઘવારી ચિંતાજનક સ્તરે પહોંચી છે. અર્થવ્યવસ્થાને સુધારવા માટે મોંઘવારીને અંકુશમાં રાખવા રવિવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં ઘટાડાની જાહેરાત કરાઈ હતી. 6 એપ્રિલ પછી પ્રથમ વખત કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્રની જાહેરાત બાદ રાજસ્થાન, ઓડિશા અને તમિલનાડુની સરકારોએ પણ વેટ ઘટાડવાની પણ જાહેરાત કરી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આજે કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા (Excise duty cut on Petrol and Diesel)  બાદ રવિવારે  પેટ્રોલની કિંમતમાં 8.69 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો જયારે ડીઝલ 7.05 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.

પડોશી દેશોની સરખામણીએ પેટ્રોલ મોંઘું હતું

તાજેતરમાં બેન્ક ઓફ બરોડાનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં પેટ્રોલ હોંગકોંગ, જર્મની અને યુકે જેવા દેશો કરતાં સસ્તું છે પરંતુ ચીન, બ્રાઝિલ, જાપાન, યુએસએ, રશિયા, પાકિસ્તાન અને શ્રીલંકા તુલનાત્મક રીતે મોંઘું છે. BOBના ઈકોનોમિક રિસર્ચ રિપોર્ટમાં 9 મેના રોજ વિવિધ દેશોમાં પેટ્રોલના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ માટે તે દેશની માથાદીઠ આવકની સરખામણીમાં પેટ્રોલના ભાવને આધાર બનાવવામાં આવ્યો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:07 am, Mon, 23 May 22

Next Article