આજે સતત 22માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. 6 એપ્રિલથી ભાવ સ્થિર છે. 22 માર્ચ બાદ 14 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ 10-10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ કરાયું હતું. 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો ઉછાળો જોવા મળ્યો હતો. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હી સિવાય જો મુંબઈની વાત કરીએ તો અહીં એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે. વૈશ્વિક સ્તરે તેલના ભાવ જાન્યુઆરીથી વધવા લાગ્યા હતા અને ફેબ્રુઆરીમાં પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયા હતા. માર્ચની શરૂઆતમાં તેલની કિંમત પ્રતિ બેરલ 140 ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. જો કે, તે પછી કિંમતોમાં ઘટાડો શરૂ થયો અને હવે તે બેરલ દીઠ 102 ડોલર આસપાસ છે.
PPAC મુજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 212.21 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી જે અગાઉના વર્ષમાં 19.65 મિલિયન ટન હતી. જો કે, આ રોગચાળા પહેલાના વર્ષ 2019-20 કરતા ઓછો છે જ્યારે 227 મિલિયન ટન તેલની આયાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેલની આયાત પર 101.4 બિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85.5 ટકા માટે આયાત પર નિર્ભર છે. PPAC અનુસાર 2019-20માં તેલની આયાત પર ભારતની નિર્ભરતા 85 ટકા હતી જે પછીના વર્ષમાં ઘટીને 84.4 ટકા થઈ ગઈ છે પરંતુ 2021-22માં તે ફરી એકવાર વધીને 85.5 ટકા થઈ ગયો છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 105.08 | 99.43 |
Rajkot | 104.84 | 99.21 |
Surat | 104.96 | 99.33 |
Vadodara | 105.19 | 99.54 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : Rainbow Children’s Medicare IPO : જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર
આ પણ વાંચો : LIC IPO નો પ્રાઇસ બેન્ડ રૂ. 902-949 નક્કી કરાયો, પોલિસી ધારકો માટે 10 ટકા શેર આરક્ષિત રહેશે