Petrol Diesel Price Today : સતત 13 માં દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવ વધારામાંથી મળી રાહત, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

|

Apr 18, 2022 | 6:24 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : સતત 13 માં દિવસે પેટ્રોલ - ડીઝલના ભાવ વધારામાંથી મળી રાહત, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today

Follow us on

આજે સોમવાર તારીખ 18 એપ્રિલના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol Diesel Price Today) જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ રીતે વધારો કર્યો નથી. આ સાથે આજે સતત 13 દિવસ થયા છે જ્યારે તેલની કિંમતોમાં કોઈ વધારો થયો નથી. જણાવી દઈએ કે છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105 રૂપિયા અને મુંબઈમાં 120 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા અને કોલકાતામાં 115 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે.

ગણતરીના દિવસોમાં પેટ્રોલ 95 થી 105 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું

4 નવેમ્બર 2021 પછી દેશભરમાં સીધો 22 માર્ચ 2022 ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થયો હતો. તેલ કંપનીઓએ 22 માર્ચથી તેલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ કર્યું જે 6 એપ્રિલ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં માત્ર 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. 21 માર્ચ, 2022 ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર હતી જે 6 એપ્રિલે વધીને 105.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. જો કે ઓઈલ કંપનીઓએ છેલ્લા 13 દિવસથી ઈંધણના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : RBIએ માર્કેટમાં ટ્રેડિંગનો સમય લંબાવ્યો, આજથી આ ટાઈમ ટેબલ લાગુ કરાયું

 

આ પણ વાંચો : ફૂટવેર બનાવતી આ કંપની આગામી મહીને લાવી રહી છે IPO, પોતાનુ નેટવર્ક વધારવાની કંપનીની યોજના

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 6:23 am, Mon, 18 April 22

Next Article