પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today) આમ આદમીની ચિંતા વધારી રહ્યા છે. દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી છે. સરકારી તેલ કંપનીઓએ 22 માર્ચથી અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે રાહતના સમાચાર એ છે કે આજે શનિવારે સતત ત્રીજા દિવસે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ કંપનીઓએ આજે રાજધાની દિલ્હી સહિત દેશના ચારેય મહાનગરો અને અમદાવાદ , વડોદરા , સુરત અને રાજકોટ સહીત મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પર યથાવત છે જ્યારે મુંબઈમાં તે 120.51 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અગાઉ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 100 ડોલરથી ઉપર ગયા પછી તેલ કંપનીઓએ તેમની ખોટની ભરપાઈ કરવા માટે કિંમતોમાં વધારો કર્યો હતો અને 16 માંથી 14 દિવસ સુધી કિંમતોમાં વધારો કર્યો હતો.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 105.08 | 99.43 |
Rajkot | 104.84 | 99.21 |
Surat | 104.96 | 99.33 |
Vadodara | 105.19 | 99.54 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : માર્ચ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવ વિશ્વભરમાં રેકોર્ડ સપાટીએ પહોંચ્યા, ખાદ્યતેલોમાં મોટો વધારો: FAO
આ પણ વાંચો : શેરબજારમાં ચમક પાછી આવી તો મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 44%નો બમ્પર ઉછાળો, SIP એ બનાવ્યો નવો રેકોર્ડ
Published On - 7:01 am, Sat, 9 April 22