Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવ વચ્ચે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

|

May 10, 2022 | 6:59 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવ વચ્ચે પેટ્રોલ - ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ
Petrol Diesel Price Today

Follow us on

છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. આમ છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. 10 મેના રોજ પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે આ રાહતના સમાચાર છે. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો ઉછાળો આવ્યો હતો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે.

ક્રૂડનો ઉપયોગ કરીને 2 હજારથી વધુ વસ્તુઓ બનાવવામાં આવે છે

તમને જણાવી દઈએ કે કાચા તેલની વર્તમાન કિંમતો માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશો માટે માથાનો દુખાવો બની રહી છે. ક્રૂડ ઓઇલનો ઉપયોગ માત્ર પેટ્રોલ અને ડીઝલ બનાવવામાં જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં વપરાતી 2 હજારથી વધુ વસ્તુઓના ઉત્પાદનમાં કાચા માલ તરીકે પણ થાય છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલ જેટલું મોંઘુ થશે તેટલી જ તેનાથી બનેલી વસ્તુઓની કિંમત પણ વધશે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 6:58 am, Tue, 10 May 22

Next Article