Opening Bell : સપ્તાહના પહેલા દિવસે લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત, Sensex 55329 ઉપર ખુલ્યો

|

Feb 28, 2022 | 9:20 AM

સતત સાત ટ્રેડિંગ સેશનમાં ઘટાડા બાદ 25 ફેબ્રુઆરી,૨૦૨૨ ના રોજ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. ગુરુવારની ભારે વેચવાલી બાદ સેન્સેક્સ 2.44 ટકા એટલે કે 1328 પોઈન્ટના ઉછાળા સાથે 55858 પર બંધ થયો હતો

Opening Bell : સપ્તાહના પહેલા દિવસે લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત, Sensex 55329 ઉપર ખુલ્યો
શેરબજારમાં મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત

Follow us on

Share Market : ફરીએકવાર આજે ભારતીય શેરબજાર(Stock Market of India) લાલ નિશાન નીચે કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. સેન્સેક્સ(Sensex) 0.95 ટકા અને નિફટી(Nifty) 1 ટકાના ઘટાડા સાથે ખુલ્યા છે. ગુરુવારના કડાકા બાદ ગત સપ્તાહના છેલ્લા દિવસે રિકવરી દેખાઈ હતી. સસ્તી કિંમતે શેરની ખરીદારીની તક મળતા સેન્સેક્સ 2.44 ટકા એટલે કે 1328 પોઈન્ટના ઉછાળા સાથે 55858 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 410 પોઈન્ટના ઉછાળા સાથે 16658 પર બંધ થયો હતો. આજે સેન્સેક્સ 55,329.46  જયારે નિફટી 16,481.60 ઉપર ખુલ્યો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ (9.18 AM)

SENSEX 55,204.75 −653.77 (1.17%)
NIFTY 16,474.25 −184.15 (1.11%)

વૈશ્વિક સંકેત મિશ્ર 

રશિયા-યુક્રેન વિવાદની અસર હવે અમેરિકાના બજારો પર ઘટી રહી છે. શુક્રવારના કારોબારી દિવસે વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ શેરબજારોમાં તેજી જોવા મળી હતી. ગયા સપ્તાહના અંતિમ દિવસે ડાઉ જોન્સે 800 પોઈન્ટથી વધુનો ઉછાળો દર્શાવ્યો હતો. બીજી તરફ નાસ્ડેકે 220 પોઈન્ટનો વધારો દર્શાવ્યો હતો. ડાઉ જોન્સ લગભગ 3 ટકા ઊછળીને 34058 પર બંધ થયો. નાસ્ડેક 1.64 ટકા વધીને 13,692 પર બંધ થયો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટીમાં 35 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે અને આ ઈન્ડેક્સ 16,695.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, રશિયા અને યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને કારણે બજારમાં ચિંતા વધી છે. રશિયા પરના કડક પ્રતિબંધોએ તમામ સંપત્તિઓને અસર કરી છે. ક્રૂડ ઓઇલ ફરી એકવાર 100 ડોલરની ઉપર પહોંચી ગયું છે.

રશિયા-યુક્રેન યુદ્ધની અસર

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં 8 ટકાનો વધારો થયો છે
  • ક્રૂડ ઓઈલના ભાવ ફરી 100 ડોલરની ઉપર
  • રશિયાએ પરમાણુ દળોને હાઈ એલર્ટ જાહેર કર્યું છે
  • ડાઉ ફ્યુચર્સમાં દબાણ SGX નિફ્ટીમાં નરમાશ
  • રશિયા તરફથી બેલારુસ પણ યુદ્ધમાં સામેલ થશે
  • ક્રૂડ ફરી 100 ડોલરની નજીક પહોંચ્યું તો સોનું-ચાંદી પણ મોંઘા થયા

FII-DII ડેટા

25 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 4470.70 કરોડનું વેચાણ જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 4318.24 કરોડની ખરીદી કરી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

શુક્રવારે તેજી સાથે કારોબાર પૂર્ણ થયો હતો

સતત સાત ટ્રેડિંગ સેશનમાં ઘટાડા બાદ 25 ફેબ્રુઆરી,૨૦૨૨ ના રોજ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. ગુરુવારની ભારે વેચવાલી બાદ સેન્સેક્સ 2.44 ટકા એટલે કે 1328 પોઈન્ટના ઉછાળા સાથે 55858 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 410 પોઈન્ટના ઉછાળા સાથે 16658 પર બંધ થયો હતો. સેન્સેક્સના ટોપ-30માં 29 શેરો વધ્યા હતા અને એકમાત્ર નેસ્લે ઈન્ડિયા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ અને એનટીપીસી ટોપ ગેનર હતા. મિડકેપ અને સ્મોલકેપમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.આ સિવાય મેટલ ઈન્ડેક્સમાં 5.74 ટકા, મીડિયામાં 4.69 ટકા, રિયલ્ટીમાં 5.34 ટકા, PSU બેન્ક ઈન્ડેક્સમાં 4.69 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. આજે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 250 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. ગુરુવારે ભારે ઘટાડા બાદ BSEનું માર્કેટ કેપ ઘટીને 242.24 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. રોકાણકારોની સંપત્તિમાં 7.76 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

આ પણ વાંચો : Sovereign Gold Bond: ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે આજથી સરકાર વેચી રહી છે સસ્તી કિંમતે શુદ્ધ સોનુ, જાણો કિંમત અને ખરીદીની રીત

 

આ પણ વાંચો : અચાનક પૈસાની જરૂર પડી છે? આ લોનનો વિકલ્પ અપનાવો ઓછા વ્યાજે સરળતાથી નાણાં મળશે

Published On - 9:19 am, Mon, 28 February 22

Next Article