Share Market : વ્યાજદર વધવાની ચિંતાને કારણે યુએસ બજારોમાં દેખાયેલ ઘટાડાનું દબાણ વૈશ્વિક બજારોમાં અનુભવાયું હતું. ભારતીય શેરબજાર પણ આજે(Opening Bell) સતત બીજા દિવસે લાલ નિશાન નીચે ખુલ્યા છે. સેન્સેક્સ(Sensex Today) આજે 59,402.61 ઉપર ખુલ્યો છે જે ગઈકાલના બંધ સ્તર કરતાં 207.80 અથવા 0.35% નીચે છે. બુધવારના કારોબાર ઉપર નજર કરીએતો સેન્સેક્સ 566 (0.94%) ઘટીને 59,610.41 પર બંધ રહ્યો હતો. આજે નિફટી(Nifty Today)એ પણ લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત કરી છે. ગઈકાલના સત્રમાં ઇન્ડેક્સે 149 અથવા 0.83% ઘટીને 17,807 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આજે નિફટી ગઈકાલની બંધ સપાટી કરતાં 73.80 અથવા 0.41% નીચે 17,733.85 ઉપર ખુલ્યો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ(9.20 AM ) |
|
SENSEX | 59,333.75 −276.66 (0.46%) |
NIFTY | 17,735.30 −72.35 (0.41%) |
SENSEX |
NIFTY |
||
Open | 59,402.61 | Open | 17,723.30 |
Prev close | 59,610.41 | Prev close | 17,807.65 |
High | 59,402.61 | High | 17,755.45 |
Low | 59,205.36 | Low | 17,700.70 |
52-wk high | 62,245.43 | 52-wk high | 18,604.45 |
52-wk low | 47,204.50 | 52-wk low | 14,151.40 |
આજે ફરી વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારો લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકી બજારોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. અસ્થિરતા વચ્ચે ડાઉ જોન્સ 150 પોઈન્ટ લપસી ગયો હતો. આ સિવાય નાસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નાસ્ડેકમાં 300થી વધુ પોઈન્ટ એટલે કે 2.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વ્યાજદર વધવાની ચિંતાને કારણે યુએસ બજારો દબાણ હેઠળ હતા. આ સિવાય યુરોપિયન બજારો પણ બીજા દિવસે દબાણ હેઠળ કારોબાર કર્યો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો SGX નિફ્ટીની શરૂઆત પણ લાલ નિશાન સાથે થઈ છે અને તે 100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે.
Paytmના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિજય શેખર શર્માએ બુધવારે જણાવ્યું હતું કે ઝડપથી આગળ વધતા શેરો માટે બજારની પ્રતિકૂળ સ્થિતિને કારણે તાજેતરમાં તેમની કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયો છે. શર્મા, સ્થાપક અને સીઇઓ, One97 કોમ્યુનિકેશન્સ, Paytm બ્રાન્ડ હેઠળ કાર્યરત ડિજિટલ નાણાકીય સેવાઓ કંપનીએ જણાવ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે કંપની આગામી છ ત્રિમાસિક ગાળામાં EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી)ના સંદર્ભમાં ખર્ચ વસૂલ કરશે. પદ પર રહેશે.
I just wrote a letter to our shareholders. A copy of that along with our last quarter’s business KPIs are here. Have a key announcement about my ESOPs and our operating EBITDA break even timelines. pic.twitter.com/SW3V7hPwkW
— Vijay Shekhar Sharma (@vijayshekhar) April 6, 2022
યસ બેન્કના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. આ શેરે એક મહિનામાં 20 ટકાનું વળતર આપ્યું છે. છેલ્લા ચાર દિવસમાં જ શેરમાં 23 ટકાનો વધારો થયો છે. હવે બજાર વિશ્લેષકોએ પણ આ સ્ટૉકને લઈને સકારાત્મક પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું છે. બજારના કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં આ સ્ટોક 16 થી 20 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. ટેક્નિકલ ચાર્ટ પર પણ સ્ટોક સારી પેટર્ન બનાવી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આ સ્ટૉકમાં સારું વળતર મળે તેવી પૂરી શક્યતા છે. બુધવારે આ શેર 16.92 ટકા ઉછળ્યો હતો અને તે રૂ. 15.20 પર બંધ થયો હતો. આજે ગુરુવારે શેર 15.80 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો
Yes Bank Stock Update | |
Open | 15.3 |
High | 15.8 |
Low | 14.9 |
Mkt cap | 39.09TCr |
52-wk high | 15.8 |
52-wk low | 10.5 |
6 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 2279.97 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 622.92 કરોડનું રોકાણ કર્યું હતું.
Company Name | High | Low | % Loss |
HDFC | 2,519.90 | 2,484.15 | -1.93 |
HDFC Bank | 1,541.35 | 1,520.60 | -1.56 |
Wipro | 592 | 583.6 | -1.56 |
UPL | 805 | 794 | -1.4 |
ONGC | 171.55 | 169.3 | -1.13 |
બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 566 (0.94%) ઘટીને 59,610.41 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 149 (0.83%) ઘટીને 17,807 પર બંધ રહ્યો હતો. સૌથી મોટો ઘટાડો બેન્ક અને આઈટી ઈન્ડેક્સમાં થયો હતો.સેન્સેક્સ 361 પોઈન્ટ (0.72%) ઘટીને 59,815 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 115 (0.53%) પોઈન્ટ ઘટીને 17,842 પર ખુલ્યો હતો. સેન્સેક્સે 59,941.57ની ઊંચી અને 59,509.84ની નીચી સપાટી બનાવી છે.
Published On - 9:26 am, Thu, 7 April 22