LPG cylinder price hike : મોંઘવારીનો માર, હવે LPG cylinder પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

|

May 07, 2022 | 10:26 AM

ઓક્ટોબર 2021 થી 1 ફેબ્રુઆરી, 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો થયો છે. નવેમ્બર 2021 માં તે 2000 અને ડિસેમ્બર 2021 માં તે 2101 રૂપિયા થઈ ગયો હતો.

LPG cylinder price hike : મોંઘવારીનો માર, હવે LPG cylinder પણ મોંઘો થયો, જાણો નવી કિંમત
LPG Cylinder મોંઘો થયો

Follow us on

આજે શનિવારે ઘરેલુ એલપીજી સિલિન્ડર(LPG cylinder price hike)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજે શનિવાર એટલે કે 7મી મે 2022થી લાગુ થશે. હવે રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. છેલ્લી વખત 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.ઘરેલુ ગેસની કિંમતમાં  એપ્રિલમાં ભાવમાં કોઈ વધારો થયો ન હતો.એક સપ્તાહ પહેલા એટલે કે 1 મેના રોજ સરકારી ઓઈલ કંપનીઓએ પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં વધારો કર્યો હતો. ત્યારબાદ પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 102.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

તે જ સમયે 1 એપ્રિલના રોજ, 19 કિલો કોમર્શિયલ એલપીજીની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1 મેથી 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ હતી.

કોમર્શિયલ સિલિન્ડર  2300રૂપિયાને પાર

કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2300 રૂપિયા પ્રતિ સિલિન્ડરને પાર કરી ગઈ છે. 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2355.50 રૂપિયા હતી. 1 માર્ચે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછી 22 માર્ચે 9 રૂપિયા સસ્તા થયા. 1 ઓક્ટોબરે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી. એટલે કે 7 મહિનામાં સિલિન્ડરના ભાવમાં 619 રૂપિયાનો વધારો થયો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સતત વધતી કિંમત

ઓક્ટોબર 2021 થી 1 ફેબ્રુઆરી, 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો થયો છે. નવેમ્બર 2021 માં તે 2000 અને ડિસેમ્બર 2021 માં તે 2101 રૂપિયા થઈ ગયો હતો. આ પછી, જાન્યુઆરીમાં તે ફરીથી સસ્તું થયું અને ફેબ્રુઆરી 2022 માં તે સસ્તું થયું અને 1907 રૂપિયા થયું હતું. આ પછી 1 એપ્રિલ 2022ના રોજ તે 2253 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ક્રૂડ ઓઈલ 110ને પાર

આ સમયે કાચા તેલની કિંમત પણ ફરી એકવાર પ્રતિ બેરલ 110 ડોલરને પાર કરી ગઈ છે. શનિવારે સવારે બ્રેન્ટ ક્રૂડ 112 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. રુસો-યુક્રેન યુદ્ધની શરૂઆતથી, ક્રૂડ સતત 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહ્યું છે. તેના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ભૂતકાળમાં ઝડપથી વધ્યા હતા.

1લી એપ્રિલે કોમર્શિયલ સિલિન્ડર 268 રૂપિયા મોંઘો થયો

આ પહેલા 1 એપ્રિલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. વધારા બાદ 1 એપ્રિલે દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 2253 રૂપિયા, કોલકાતામાં 2351.50 રૂપિયા, મુંબઈમાં 2205 રૂપિયા અને ચેન્નાઈમાં 2406 રૂપિયા હતી.

Published On - 10:25 am, Sat, 7 May 22

Next Article