LIC IPO Reservation: જો બાળકોના નામે પોલિસી છે તો પણ માતા-પિતાને IPO માટે અરજી કરવાનો અધિકાર, જાણો વિગતવાર

|

Mar 01, 2022 | 9:50 AM

એલઆઈસીની વેબસાઈટ પર ઉપલબ્ધ પ્રશ્નોતરીમાં વીમાધારકના તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડિસ્કાઉન્ટની જાહેરાત બાદ લોકોના મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો બાળકોના નામે પોલિસી હશે તો IPO પર ડિસ્કાઉન્ટનો લાભ કોને મળશે?

LIC IPO Reservation: જો બાળકોના નામે પોલિસી છે તો પણ માતા-પિતાને IPO માટે અરજી કરવાનો અધિકાર, જાણો વિગતવાર
LIC IPO

Follow us on

ભારતનો સૌથી મોટો IPO (LIC IPO) બજારમાં ટૂંક સમયમાં આવવાનો છે. રિટેલ રોકાણકારો સરકારી વીમા કંપનીના આ IPO પર નજર રાખી રહ્યા છે. બજારના નિષ્ણાતો પણ આ IPOને રિટેલ રોકાણકારો (Retail Investors) માટે બજારમાંથી નાણાં કમાવવાની એક શ્રેષ્ઠ તક માને છે. LIC એ આ સૂચિત IPO માં તેના LIC પોલિસીધારકો (LIC Policyholders) માટે રિઝર્વેશન અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. LIC એ FIC (LIC IPO FAQ) જારી કર્યું છે જેના આધારે ક્યાં પોલિસીધારકોને આ આરક્ષણ અને ડિસ્કાઉન્ટનો લાભ મળશે અને કોને નહિ મળે તે સ્પષ્ટ કર્યું છે. અનુમાન છે કે માર્ચ મહિનાના પહેલા પખવાડિયામાં LIC નો IPO સબ્સ્ક્રિપશન માટે ખુલી શકે છે.

માતા-પિતા બાળકોની પોલિસી દ્વારા અરજી કરી શકે છે

એલઆઈસીની વેબસાઈટ પર ઉપલબ્ધ પ્રશ્નોતરીમાં વીમાધારકના તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડિસ્કાઉન્ટની જાહેરાત બાદ લોકોના મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો બાળકોના નામે પોલિસી હશે તો IPO પર ડિસ્કાઉન્ટનો લાભ કોને મળશે? એવું જણાવવામાં આવ્યું છે કે આ કિસ્સામાં દરખાસ્તકર્તાને માઇનોર વતી પોલિસી ઓનર તરીકે ગણવામાં આવે છે. આ રીતે જેમણે પોલિસીનો પ્રસ્તાવ મૂક્યો છે તેઓ પોલિસીધારક છે અને તેઓ આરક્ષણનો લાભ લઈ શકે છે.

જોઈન્ટ પોલિસીમાં લાભ મળશે ?

આવો જ એક પ્રશ્ન એ છે કે જો જોઈન્ટ પોલિસી હોય તો શું બંને પતિ-પત્નીને અનામતનો લાભ મળશે? જવાબમાં LIC એ જણાવ્યું છે કે બે પોલિસીધારકોમાંથી માત્ર એક જ પોલિસીધારક આરક્ષણ ભાગ માટે અરજી કરી શકે છે. અન્ય ભાગીદારો સામાન્ય છૂટક શ્રેણી માટે અરજી કરી શકે છે. આ IPOમાં 10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે અલગથી આરક્ષિત છે. તેમને ફ્લોર પ્રાઈસ પર પણ થોડું ડિસ્કાઉન્ટ મળશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

લાભ માટે આ બે શરત

LICના IPOમાં બિડિંગ માટે કેટલીક પૂર્વજરૂરીયાતો છે. જો તમે LICના પોલિસીધારક છો તો ડિસ્કાઉન્ટ અને અનામત શ્રેણીનો લાભ લેવા માટે PAN ને પોલિસી સાથે લિંક કરવું ફરજિયાત છે. ૨૮ તારીખ આ માટે છેલ્લી તારીખ હતી. હવાઈ લિંકિંગ પર ડિસ્કાઉન્ટનો લાભ નહીં મળે. આ ઉપરાંત પોલિસીધારકના નામે ડીમેટ ખાતું હોવું જરૂરી છે.

આ પણ વાંચો : માધબી પુરી બુચ SEBIના નવા ચેરપર્સન બન્યા, સ્ટોક માર્કેટ રેગ્યુલેટરના પ્રથમ મહિલા પ્રમુખ

આ પણ વાંચો : Bank Holidays in March : માર્ચ મહિનામાં 13 દિવસ બેંક બંધ રહેશે, યાદી તપાસી કામનું કરો પ્લાનિંગ

Next Article