સતત ચોથે મહિને FPI નું ભારતીય બજારમાં વેચાણ, ફેબ્રુઆરીના પહેલા પખવાડિયામાં 14935 કરોડ રૂપિયા પરત ખેંચ્યા

|

Feb 13, 2022 | 5:01 PM

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 773 પોઈન્ટ ઘટીને 58,152 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો.

સતત ચોથે મહિને FPI નું ભારતીય બજારમાં વેચાણ, ફેબ્રુઆરીના પહેલા પખવાડિયામાં 14935 કરોડ રૂપિયા પરત ખેંચ્યા
FPI એ છઠ્ઠાં મહિને પણ વેચાણ યથાવત રાખ્યું

Follow us on

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(Foreign Portfolio Investors) એ ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં ભારતીય બજારમાંથી રૂ. 14,935 કરોડ ઉપાડી લીધા છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે FPI દ્વારા વેચાણ થઈ રહ્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPI એ 1 થી 11 ફેબ્રુઆરી દરમિયાન સ્ટોક્સમાંથી રૂ. 10,080 કરોડ તેમજ ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 4,830 કરોડ અને હાઇબ્રિડ માધ્યમોમાંથી રૂ. 24 કરોડ ઉપાડ્યા છે.

FPI નો કુલ ઉપાડ રૂ. 14,935 કરોડ થયો છે. મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર (મેનેજિંગ રિસર્ચ) હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે “યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તેના નાણાકીય વલણને નરમ પાડવાના પગલાને પગલે FPIsનું વેચાણ વધ્યું છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાના સંકેતને પગલે વૈશ્વિક સ્તરે બોન્ડની ઉપજ(Bond Yield) માં વધારો થયો છે.” ”

FPI ના ઉપાડમાં વધુ વધારો થઈ શકે છે

શ્રીવાસ્તવ અનુસાર અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. તે કિસ્સામાં યુએસ ફેડરલ રિઝર્વ આગામી મહિનામાં આક્રમક રીતે વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. આનાથી ભારતીય શેરોમાંથી વિદેશી ભંડોળના ઉપાડમાં વધુ વધારો થઈ શકે છે. કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ (રિટેલ)ના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ઊભરતાં બજારોમાં મિશ્ર વલણ રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળા દરમિયાન થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને ફિલિપાઈન્સમાં રોકાણનો પ્રવાહ અનુક્રમે 115.5 કરોડ ડોલર, 58 કરોડ ડોલર, 477 કરોડ ડોલર અને 133 કરોડ ડોલર રહ્યો છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન તાઈવાનમાંથી 41 કરોડ ડોલર ઉપાડવામાં આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

FPI વેચાણ ચાલુ રહેશે

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે “વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને યુએસમાં 10-વર્ષના બોન્ડ્સ પર વધતા વળતરને કારણે આગામી દિવસોમાં FPI વેચાણ ચાલુ રહેશે.”

શુક્રવારે બજારમાં ઘટાડો નોંધાયો

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 773 પોઈન્ટ ઘટીને 58,152 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો. માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ યુએસમાં મોંઘવારી દર 40 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. અહીં મોંઘવારીનો દર 7.5% પર પહોંચી ગયો છે. 1 ફેબ્રુઆરી 1982 ના રોજ તે 7.6% પર હતો. યુએસ ફેડરલ રિઝર્વ માર્ચથી વ્યાજ દરમાં વધારો કરશે. ત્રીજું યુએસ પ્રમુખ જો બિડેને તેમના નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવા માટે આહ્વાન કર્યું છે. એવી આશંકા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે.

 

આ પણ વાંચો : TCS BUYBACK : રૂપિયા 18000 કરોડની બાયબેક યોજનાને મંજૂરી મળી, 23 ફેબ્રુઆરી રેકોર્ડ ડેટ નક્કી કરાઈ

આ પણ વાંચો : CIBIL Score વધારવા માટે આ 5 ઉપાય અજમાવો, લોન મેળવવામાં ક્યારેય નહિ પડે મુશ્કેલી

Published On - 4:55 pm, Sun, 13 February 22

Next Article