Foreign Exchange Reserves: દેશના વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો, 641 અરબ ડોલરે પહોચ્યો આંકડો

|

Oct 23, 2021 | 11:52 AM

Forex Reserve: 5 ઓક્ટોબરે પૂરા થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી અસેટ્સ (FCAs)માં વધારો હતો, જે કુલ ભંડારનો મોટો હિસ્સો બનાવે છે

Foreign Exchange Reserves: દેશના વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો, 641 અરબ ડોલરે પહોચ્યો આંકડો

Follow us on

Foreign Exchange Reserves: 15 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $ 1.492 અરબ ડોલર વધીને 641.008 અરબ ડોલર થયું છે. RBIએ શુક્રવારે આ સંદર્ભમાં ડેટા જાહેર કર્યો છે. 8 ઓક્ટોબરે પૂરા થયેલા અગાઉના સપ્તાહમાં ભંડારમાં 2.039 બિલિયન ડોલરનો વધારો થયો હતો અને તે 639.516 બિલિયન ડોલર હતો. 3 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભંડાર 642.453 અબજ ડોલરની સર્વોચ્ચ ઊંચી સપાટીએ પહોંચી હતી.

ફોરેન કરન્સી અસેટ્સમાં વધારો થવાનું કારણ
15 ઓક્ટોબરે પૂરા થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી અસેટ્સ (FCAs)માં વધારો હતો, જે કુલ ભંડારનો મોટો હિસ્સો બનાવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર, FCAs 950 મિલિયન ડોલર વધીને 577.951 બિલિયન ડોલર થઈ ગયા છે.

ડોલરની દ્રષ્ટિએ જોવામાં આવે તો, ફોરેન કરન્સી અસેટ્સમાં યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ એકમોમાં વધારો અથવા ઘટાડોનો પ્રભાવ શામેલ છે, જે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં રાખવામાં આવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોનાના ભંડારમાં વધારો
ડેટા અનુસાર, રિપોર્ટિંગ સપ્તાહમાં ગોલ્ડ પણ 557 મિલિયન ડોલર વધીને 38.579 અબજ ડોલર થયો છે. તે જ સમયે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs) 21 મિલિયન ડોલર ઘટીને 19.247 બિલિયન ડોલર થઈ ગયા છે. IMF પાસે દેશની અનામત સ્થિતિ 6 મિલિયન ડોલર વધીને 5.231 બિલિયન ડોલર થઈ ગઈ છે.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું હતું કે ભારત મજબૂત આર્થિક પુનરુત્થાનનો અનુભવ કરી રહ્યું છે, અને તેની નાણાકીય નીતિમાં ઉદાર રહેવાનો નિર્ણય કર્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભારત ખૂબ જ મજબૂત આર્થિક સુધારો જોઈ રહ્યું છે, પરંતુ હજુ પણ વિવિધ ક્ષેત્રો વચ્ચે અસમાનતા છે.

તેમના ભાષણનો એક ભાગ IMF દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ વિડિયો ક્લિપમાં દાસે કહ્યું કે તેથી અમે અમારી નાણાકીય નીતિમાં ઉદાર રહેવાનો નિર્ણય કર્યો છે, જ્યારે તે જ સમયે ફુગાવાના દૃષ્ટિકોણ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો: Bhakti: આ કરવા ચોથ પર શુભ સંયોગ, જાણો કેવાં ફળની કરાવશે પ્રાપ્તિ ?

આ પણ વાંચો: T20 World Cup : ભારતના એવા સ્ટાર ખેલાડીઓ જેમણે ટી 20 વર્લ્ડકપથી ડેબ્યુ કર્યું, હજુ પણ 2 ખેલાડી રમી રહ્યા છે.

Next Article